નવી દિલ્લી: જોધપુર યૌન શોષણના આરોપી આસારામને મેડિકલ તપાસ માટે રવિવારે દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. સવારે 11-30 કલાકે જોધપુર પોલીસના 14 જવાન અને બે અધિકારીઓ આસારામને જેટ એયરવેઝ વિમાનથી દિલ્લી લઈ જશે. આસારામ વિરુદ્ધ ગુરુકુલમાં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીએ 20 ઓગસ્ટ 2013ના રોજ યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોધપુર પોલીસે 31 ઓગસ્ટ 2013ના રોજ ઈન્દોરના આશ્રમથી આસારામની ધરપકડ કરી જોધપુર લઈ ગઈ હતી. જે બાદ આસારામ છેલ્લા કેટલાક સમયથી જોધપુર જેલમાં જ બંધ છે. આસારામ તરફથી સુપ્રીમ અને જિલ્લા કોર્ટમાં 7 વાર જામીન માટે અરજી કરી ચુક્યાં છે.