લાલકિલ્લાની દેખરેખ પ્રાઈવેટ કંપનીને સોંપવામાં આવતા કૉંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે પુછ્યું કે ભાજપ સરકાર સંસદ, સુપ્રીમ કોર્ટમાંથી કોને પ્રાઈવેટ કંપનીના હવાલે કરશે.
પર્યટન રાજ્ય મંત્રી કેજે અલ્ફોંસ, મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓની હાજરીમાં કંપનીની સાથે એમઓયૂ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ તકે ડાલમિયા ભારતના કાર્યકારી નિર્દેશક સંદીપ કુમારે કહ્યું, અમે ભારતની આ વિરાસતને દતક લઈને સન્માન અનુભવિએ છીએ.
લાલકિલ્લાનો કોન્ટ્રાક્ટ લઇને ડાલમિયા ભારત ગ્રુપ, ટુરિઝમ મિનિસ્ટ્રી, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની વચ્ચે 9 એપ્રિલના રોજ ડીલ થઇ. કરાર મુજબ ગ્રુપે 6 મહિનામાં લાલકિલ્લામાં એપ બેસ્ડ ગાઈડ, ફ્રી વાઈફાઈ, ડિજિટલ સ્ક્રિનિંગ, પાણીની સુવિધા, ટેક્સટાઈલમેપ, ટોયલેટ અપગ્રેડેશન, રસ્તાઓ પર લાઈટિંગ, બેટરીથી ચાલતા વાહનો, ચાર્જિંગ સ્ટેશન, સર્વિલાંસ સિસ્ટમ,સ્ટ્રીટ ફર્નિચર જેવી સુવિધાઓ આપવી પડશે.
તેમણે કહ્યું, 'લાલકિલ્લો અમને શરૂઆતના 5 વર્ષ માટે મળ્યો છે. કોન્ટ્રાક્ટ પછી વધારવામાં આવી પણ શકે છે. દરેક પ્રવાસી અમારા માટે એક કસ્ટમર હશે અને તેને તે જ રીતે વિકસિત કરવામાં આવશે. અમારો પ્રયત્ન હશે કે પ્રવાસીઓ અહીંયા ફક્ત એક જ વાર નહીં પરંતુ વારંવાર આવે.'
રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે ટ્વિટ કરીને કહ્યું, "મોદી સરકાર દ્વારા આ લાલ કિલ્લાનું ખાનગીકરણ કરવું કહેશો, ગીરવે મુક્યો કહેશો અથવા વહેંચ્યો. હવે પ્રધાનમંત્રીનું સ્વતંત્રતા દિવસનું ભાષણ પણ પ્રાઈવેટ કંપનીના નિયંત્રણવાળા મંચ પરથી થશે. ઠોકો તાલી. જયકારા ભારત માતા કા"