Coronavirus 3rd Wave: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. પ્રથમ લહેરમાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકો વધારે સંક્રમિત થયા હતા ત્યારે બીજી લહેરમાં યુવાઓ સૌથી વધારે સંક્રમિત થયી છે અને હવે કહેવાય છે કે કોરોનાની ત્રીજી હેરમાં બાળકોને પોતાની ઝપેટમાં લી શકે છે. ત્રીજી લહેરની સંભાવનાને કારણે માતા પિતા અને ડોક્ટરોમાં ચિંતા વધી ગઈ છે.


બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે


રિસર્ચથી જાણવા મળ્યું છે કે, બાળકોમાં વાયરસથી ગંભીર ચેપ લાગવાની સંભાવના ઓછી છે. જોકે વિતેલા કેટલાક મહિનાઓથી બાળકોમાં કોરોના સંક્રમણ ફેલાવાવના કેસ સતત વધી રહ્યા છે. માટે કહી શકાય કે એ વાતની કોઈ ગેરેન્ટી નથી કે બાળકો પણ કોરોનાથી પૂરી રીતે સુરક્ષિત છે કે નહીં.


ફોર્ટિસ હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર અને બાળ રોગ નિષ્ણાંત ડો. જેસલ શેઠે કહ્યું કે, કોરોનાની પ્રથમ લહેરમાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને પોતાની ઝપેટમાં લીધા હતા બીજી લહેરમાં યુવાઓ સંક્રમિત થયા હતા જોકે યુવાઓએ હવે રસી લઈ લીધી છે ત્યારે આશંકા છે કે ત્રીજી લહેરમાં બાળકોને વધારે અસર થઈ શકે છે. ડો. શેઠે કહ્યું કે, ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખતા એવી રીતો શોધવાની જરૂરત છે જેથી આપણે બાળકોને સુરક્ષિત રાખી શકીએ અને તો બીમારીની ગંભીરતા ઘટાડી શકીએ. માટે ડો. શેઠે બાળકોને ફ્લૂની પસી લગાવાવની વાત કહી છે.


ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ પાંચ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને વાર્ષિક ફ્લૂ રસી આપવાની ભલામણ કરે છે. અમેરિકામાં મહામારી દ રમિયાન કોરોનાથી સંક્રમિત બાળકો પર કરવામાં આવેલ રિસર્ચથી જાણવા મળ્યું છે કે, અમેરિકામાં 201-20માં ફ્લૂની સીઝન દરમિયાન નિષ્ક્રિય ઇન્ફ્લુએજા રસી આપવામાં આવી હતી. તેમનામાં સંક્રમણનું જોખમ થોડું ઓછું હતું.


બાળકોને કોરોનાની ગંભીરતાથી કેવી રીતે બચાવે છે ફ્લૂની રસી?


ડો. જેસલ સેઠે કહ્યું, “કોરોના અ ઇન્ફ્લુએન્જામાં અનેક વિશેષતા છે. હાલમાં કોરોના અને વધારાના ઇન્ફ્લુએન્જા સંક્રમણ મહામારીને એક ‘ટ્વિનડેમિક’ સ્થિતિમાં બદલી શકે છે. ફ્લૂની રસી લગાવવાથી બાળકોમાં ‘ટ્વિનડેમિક’નું જોખમ ઘટશે. ઇન્ફ્લુએન્જાની રસી સંક્રમણના જોખમને ઘટાડવા અને સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણની ગંભીરતા ઘટાડશે.”


તેમણે કહ્યું, “એ ધ્યાન રાખવું જરૂરી છે કે ફ્લૂ રસી અને કોરોના રસી અલગ અલગ છે. બન્ને રસીની વચ્ચે ચાર સપ્તાહનો ગેપ રાખવો જરૂરી છે જેથી બાળકોમાં એન્ટીબોડી વિકસિત કરવા માટે પૂરતો સમય મળી શકે અને વાયરલ હસ્તક્ષેપની વિરૂદ્ધ તમામ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ બની શકે.”


બાળકોને શા માટે ફ્લૂની રસી લગાવવી જોઈએ?


બાળકોમાં ફ્લૂ ખૂબ જ ગંભીર બીમારી હોઈ શકે છે. જેના કારણે તાવ, નાક બંધ, સુકી ઉધરસ, ગળામાં દુઃખાવો, માંસપેશિઓ અને સાંધાનો દુઃખાવો, વધારે થાક લાગવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. આ ઘણાં દિવસો અને તેનાથી પણ વધારે સમય સુધી જોવા મળી શકે છે. કેટલાક બાળકોને ખૂબ જ વધારે તાવ આવી શકે છે, ક્યારેક ક્યારેક ફ્લૂના સામાન્ય લક્ષણો વગર અને તેની સારવાર માટે હોસ્પિટલ જવું પડે. ફ્લૂથી સંબંધિત ગંભીર સમસ્યાઓમાં પીડા દાયક કાનનું સંક્રમણ, તીવ્ર બ્રોન્કાઈટિસ અને ન્યુમોનિયા સામેલ છે.