શિવસાગર: આસામના શિવસાગર જિલ્લામાં બસ અને મીની બસ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત સવારે સાડા આઠ વાગ્યે શિવસાગર જિલ્લાના દેમોવ નેશનલ હાઈવે પાસે થયો હતો. ગોલાઘાટથી ડિબ્રૂગઢ આવી રહેલી બસ સામેથી આવી રહેલી મિની બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બંને બસો વચ્ચે જોરદાર ટક્કર લાગતા રસ્તાની સાઈડના ખાડામાં બસો પડી હતી.


આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને ડિબ્રુગઢની આસામ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિકને અસર થઈ હતી. જોકે, બાદમાં પોલીસ દ્વારા આ ટ્રાફિકને હળવો કરી દેવામાં આવ્યો હતો.