નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ આસામમાં વિરોધ થઈ રહ્યો છે. તેની વચ્ચે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ગુરુવારે એક ટ્વીટ કર્યું કે, “આસામના દિકરા તરીકે, હું પોતાના રાજ્યમાં વિદેશીઓને ક્યારેય સ્થાયી નહીં કરું. હું સર્બાનંદ સોનોવાલ તેની મંજૂરી ક્યારેય નહીં આપું.”


ઉલ્લેખનીય છે કે દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આસમમાં પણ વિરોધ પ્રદર્શન સતત ચાલી રહ્યું છે. આસામના મોરીગામમાં કેટલાક લોકોએ ભાજપ નેતાની એક બસ પણ સળગાવી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યા લોકોએ સોમવારે અડધી રાતે બસને આગ ચાંપી દીધી હતી.