નવી દિલ્હીઃ ઓટો સેકટરમાં ચાલી રહેલી મંદી વચ્ચે પેટ્રોલ અને ડીઝલ ગાડીઓના ભવિષ્ય વચ્ચે સરકારે મોટું નિવેદન આપ્યું છે. જેનાથી ઓટો સેક્ટરને થોડા અંશે રાહત મળી શકે છે. નીતિ આયોગે 2030 બાદ દેશમાં માત્ર ઈલેકટ્રિક વાહનો વેચવામાં આવે તેવો પ્રસ્તાવ આપ્યો હતો. તે સમયે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક મંત્રીઓ દ્વારા કહેવાયું હતું કે સરકારનો આવો કોઈ ઈરાદો નથી. હવે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાની કોઈ જરૂર નથી અને ઈલેક્ટ્રિક વાહનો આપમેળે સ્પીડ પકડી રહ્યા છે. બે વર્ષમાં તમામ બસો વીજળીથી ચાલતી થઈ જશે.

ગડકરીએ એમએસએમઈના એક સંમેલનમાં બોલતા કહ્યું, હું હંમેશા વીજળીથી ચાલતા વાહનો ખાસ કરીને કાર, બાઇક અને બસોની વાત કરી રહ્યો છું. હવે અહીંયા ખુદ શરૂ થઈ ગયું છે. પેટ્રોલ-ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાની જરૂર નથી.આગામી બે વર્ષમાં તમામ બસો ઈલેક્ટ્રિક હશે અને ઈથેનોલ તથા સીએનજી પર દોડતી હશે.

તેના ખર્ચ અંગે વાત કરતાં ગડકરીએ જણાવ્યું, જો આપણે વાહનોને વીજળી પર ચલાવીશું તો તેનો ખર્ચ 15 રૂપિયા બેસશે.  મેં જ્યારે ઉદ્યોગની બેઠકમાં કહ્યું હતું કે, ધૂમાડો છોડતાં મશીનો બંધ કરી દઈશ તો બધા ગભરાઈ ગયા હતા. હવે અમારી પાસે જર્મનીથી પ્લાસ્ટિક સિલેન્ડર ઉપલબ્ધ છે. જે એલએનજીનો 50 ટકા ખર્ચ અને સીએનજીની 40 ટકા ખર્ચ બચાવશે.

બોલીવુડની આ હોટ એક્ટ્રેસે લગ્ન પહેલા જ આપ્યો પુત્રને જન્મ, બ્રેસ્ટફિડ કરાવતી તસવીર કરી શેર

સુરતમાં હીરાની સરણ માંજનાર વ્યક્તિએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા, મળી આવી સુસાઈડ નોટ

અમરેલીમાં કચરા પેટીમાંથી ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવતાં ચકચાર, જાણો વિગતે