નવી દિલ્લી: પૂર્વ ભારતમાં અતિ વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ મુશ્કેલી આસામ અને બિહારમાં છે. આસામ અને બિહારમાં અત્યાર સુધીમાં અનુક્રમે 29 અને 28 જણાનાં મોત નીપજ્યાં છે. સૌથી વિકટ સ્થિતિ છે.આસામમાં 28 જિલ્લામાં 37 લાખ લોકો પૂરની ઝપેટમાં આવ્યા છે. 3300થી વધુ ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજનાથસિંહે શનિવારે આસામના પૂરગ્રસ્ત વિસ્તારોની હવાઈ મુલાકાત લીધી હતી.
ઓડિશામાં પણ અલગ અલગ જગ્યાએ વીજળી પડતા કુલ 29 લોકોએ જીવ ગુમાવ્યો છે. મેઘાલયમાં પણ ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે બે જણા તણાઈ ગયા છે. આસામ, મેઘાલય, બિહાર, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પરિસ્થિતિ ખરાબ છે.