નવી દિલ્હી: ગૌરક્ષાના નામે દલિતોની સાથે મારપીટની ઘટનાની નિંદા કરતા કેંદ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી અને દલિત નેતા રામદાસ આઠવલેએ ગૌરક્ષકોને આડે હાથ લીધા છે.
તેમને કહ્યું છે કે ગૌરક્ષાના નામ પર માણસોની હત્યા કરવી મને ઠીક લાગતું નથી, ગૌરક્ષાની સાથે સાથે માનવ રક્ષા પણ કરવી જોઈએ. એક અખબાર સાથેના ઈંટરવ્યૂમાં રાજગના સહયોગી રિપબ્લિકન પાર્ટી ઑફ ઈંડિયાના અધ્યક્ષ આઠવલેએ દલિતોને બૌદ્ધ ધર્મ અપનાવવા કહ્યુ, સાથે તેમને સવાલ કર્યો હતો કે બસપા પ્રમુખ માયાવતીએ આવું અત્યાર સુધી કેમ નથી કર્યું.
ગુજરાતની ઉનાની ઘટનાને ગંભીર બતાવતા તેમને જણાવ્યું કે, હું ગૌરક્ષકોને કહેવા ઈચ્છું છું કે ગૌ હત્યા રોકવા માટે કાયદો છે, તમે દરરોજ ગૌરક્ષા કરી રહ્યો છો પરંતુ માનવ હત્યા કેમ? જો તમે ગૌરક્ષા કરી રહ્યા છો તો માનવ રક્ષા કોણ કરશે?
તેમને માયાવતી પર નિશાન સાંઘતા કહ્યું કે જો માયાવતી ખુદને આંબેડકરની અનુયાયી બતાવે છે તો તેમને અત્યાર સુધી બૌદ્ધ ધર્મ કેમ નથી અપનાવ્યો? તે હંમેશાં મનુવાદની નિંદા કરે છે અને ધર્માંતરણની વાત કરે છે, પરંતુ પોતે બૌદ્ધ ધર્મ ક્યારેય નથી અપનાવ્યો. તેમને પોતાના ધર્માંતરણ વિશે ઘણી વખત જાહેરાત કરી પરંતુ અત્યારે તે આજે પણ હિંદુ છે.