મૂશળધાર વરસાદમાં પણ ડ્યૂટી કરતો રહ્યો ટ્રાફિક પોલીસ, VIDEO થયો વાયરલ
abpasmita.in | 01 Apr 2019 06:24 PM (IST)
નવી દિલ્હીઃ આસામના ગુવાહાટીમાં રવિવારે મૂશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. આસામના એક ટ્રાફિક પોલીસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટ્રાફિક કર્મચારી વરસાદ વચ્ચે પણ ડ્યૂટી કરી રહ્યો છે. જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ગુવાહાટીમાં ટ્રાફિક કોન્સ્ટેબલ મિથુન દાસ મૂશળધાર વરસાદમાં ચાર રસ્તા પર ઊભા રહીને ટ્રાફિકનું પાલન કરાવે છે. આસામ પોલીસે પણ આ વીડિયોને શેર કર્યો છે.