કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે ટેન્ટમાં કરન્ટ ફેલાઇ ગયો હતો જ્યારે ટેન્ટ પડતા ભાગદોડ મચી ગઇ હતી. વરસાદના કારણે ટેન્ટની આસપાસ ખૂબ કિચડ થયો હતો.
વાસ્તવમાં જિલ્લાના એક ગામમાં રામકથા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક તોફાન આવવાથી મંડપ તૂટી પડ્યો હતો. તોફાન એટલું જોરદાર હતું કે, લોકોને બચવાની એક તક પણ મળી નહોતી.
હાલમાં રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ટેન્ટમાં અનેક લોકો ફસાયાની આશંકા છે. લોકોને ટેન્ટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, અનેક લોકોના મોત શ્વાસ રુંધાવા અને કરંટ લાગવાના કારણે થયું છે.
આ ઘટનાને લઇને મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુખ વ્યક્ત કર્યું હતું. સાથે તપાસના આદેશ પણ આપ્યા હતા. આ ઘટનાની તપાસ જોધપુર ડીસી કરશે. તે સિવાય સરકાર તરફથી દુર્ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી હતી.