નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથિ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજ નેતાઓએ ‘અટલ સ્મૃતિ’ પર શ્રદ્ધાંજિલ અર્પણ કરી હતી. તેમના સિવાય વાજપેયીના પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્ય, પૌત્રી નિહારિકા, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના નેતાઓ અને ગણમાન્ય લોકોએ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.
બિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, દેશની પ્રગતિમાં અટલ બિહારી વાજપેયીના અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.
ઉલ્લેખનીય છે કે, 16 ઓગસ્ટ 2018 માં, દિલ્હીની એઈમ્સમાં લાંબી બીમારી બાદ 93 વર્ષની વયે વાજપેયીનું અવસાન થયું હતું. તેમને ભારતા સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે પીએમ તરીકે રહ્યાં હતા અને તેના બાદ 1998માં તેમણે કેન્દ્રમાં 13 મહીના સરકાર ચલાવી હતી. 1999માં તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા.