નવી દિલ્લી: ભારતે પાકિસ્તાન અધિકૃત ક્શમીરમાં કરેલા ‘સર્જિકલ સ્ટ્રાઈક’ ના પગલે


અટારી-વાઘા સરહદપર બીટીંગ ધ રીટ્રીટ 2 ઓક્ટોબર સુધી રદ કરવામાં આવી છે.

પૂંછ અને ઉરીમાં થયેલા આંતકી હુમલાનો શહીદ જવાનોનો બદલો ભારતે પાકિસ્તાનની સીમાની અંદર ઘુસીને આતંકવાદીઓને ઠાર કરીને લીધો હતો. DGMO અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કૉન્ફ્રેન્સમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. ભારતીય આર્મીએ બુધવારે રાતે નિયંત્રણ રેખાને પાર કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઈ સર્જિકલ સ્ટ્રાઇક કર્યુ છે. જેના પગલે ભારત-પાક સરહદ પર યોજાતી બીટીંગ ધ રિટ્રીટ 2 ઓક્ટોબર સુધી રદ્દ કરવામાં આવી છે.