Afzal Ansari React On Atiq Ahmed Shootout: અતીક અહેમદ અને અશરફના મોત બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મુદ્દે વિપક્ષો સતત શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ગાઝીપુરના બીએસપી સાંસદ અફઝલ અંસારીએ પણ અતીક અહેમદની હત્યા પર નિવેદન આપ્યું છે. તેમણે અતીક અહેમદ શૂટઆઉટને એક મોટું કાવતરું ગણાવ્યું હતું સાથે જ સનસની દાવો કર્યો હતો.
ગાઝીપુરના બીએસપી સાંસદ અફઝલ અંસારીએ વિચિત્ર દાવો કરતા કહ્યું હતું કે, અતિક અને અશરફ અહેમદને મારવા આવેલા શૂટર ત્રણ નહીં પરંતુ પાંચ હતા. તેમણે કહ્યું કે, એવી પણ ઘણી વાતો છે કે અતીક પછી હવે મુખ્તારનો નંબર છે. પરંતુ મારનાર કરતા બચાવનાર મોટો હોય છે.
બીએસપી સાંસદે તેમની સામેના ગેંગસ્ટર કેસમાં એમપી એમએલએ કોર્ટના 29 એપ્રિલે આવનારા નિર્ણય વિશે વાત કરી અને કહ્યું હતું કે, આ કેસ તેમના પર યોજનાબદ્ધ રીતે લાદવામાં આવ્યો છે અને તે સંપૂર્ણપણે પાયાવિહોણો છે. અફઝલ અંસારીએ કહ્યું હતું કે, આ કેસની સુનાવણી ટ્રાયલ કોર્ટમાં ચાલી રહી છે અને તેમને દેશની ન્યાયિક વ્યવસ્થા અને બંધારણમાં પૂરો વિશ્વાસ છે. જ્યારે તેમણે પોતાના ભાઈ મુખ્તાર અંસારીના જીવને જોખમ અને પ્રયાગરાજમાં અતીક અહેમદ ગોળીબાર પર આકરી પ્રતિક્રિયા આપી છે.
અતીક-અશરફ ગોળીબારમાં 3 નહીં 5 હત્યારા હતા
અફઝલ અન્સારીએ કહ્યું હતું કે, અતીક અહેમદ ગોળીબાર એક સુનિયોજિત કાવતરું હતું. તેમણે કહ્યું છે કે, આપણે ત્યાં સવારે ઉઠ્યા પછી ઓમ નમઃ શિવાયનો જાપ કરવામાં આવે છે અને જુઓ કામ કેવા કેવા થાય છે. આ દરમિયાન તેમણે સવાલો ઉઠાવ્યા અને કહ્યું હતું કે, કાલનેમી પણ વેશ બદલીને આવ્યો હતો અને રાવણે પણ સીતા મૈયાનું અપહરણ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, અતીક અને અશરફના ગોળીબારમાં 3 નહીં 5 હત્યારા હતા અને જે બે હતા તેમની કોઈ તસવીર મીડિયામાં આવી નથી. આ અંગે તપાસ થશે તો તમામ રહસ્યો પરથી પડદો ઉચકાશે.
અતીક બાદ હવે કોનો નંબર?
અફઝલ અંસારીએ કહ્યું હતું કે, 15મી એપ્રિલે પ્રયાગરાજમાં જે થયું તે હચમચાવી નાખનારું હતું. એવી ચર્ચા થઈ રહી છે કે, અતિક બાદ હવે મુખ્તાર આન્સરનો નંબર છે. પરંતુ એવું નથી, મારનાર કરતા બચાવનાર મોટો હોય છે. આજે સમાજમાં જે થઈ રહ્યું છે તે સારું નથી. તેમણે કહ્યું હતું કે, તમે રોકાણકાર સમિટમાં દાવો કરો છો કે, ઉત્તર પ્રદેશમાં ચકલું પણ ફરકી નથી શકતું. પરંતુ અતીક અહેમદના ગોળીબાર જેવી મોટી ઘટના બની ગઈ. તેમણે કહ્યું કે, 2024માં કેન્દ્ર સરકાર 200ના આંકડાને પણ સ્પર્શી શકશે નહીં. તેમણે મહારાષ્ટ્રમાંથી જોડાયેલા અન્ય રાજ્યોના આંકડાઓ પણ ગણ્યા અને કહ્યું કે ભાજપની હાલત ખરાબ છે, કારણ કે ઓગસ્ટમાં ક્રાંતિ થવાની છે અને મોટો બદલાવ જોવા મળશે. જે આજે તમારી સાથે છે તે કાલે કદાચ તમારી સાથે ના પન હોય. અતીક અહેમદ હત્યા કેસને પણ દબાવી દેવામાં આવશે.
આ દરમિયાન BSP સાંસદે મીડિયાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું હતું કે, તેમને દેશની કોર્ટમાં વિશ્વાસ છે. તેમની સામે ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે જેની સામે તેઓ ટ્રાયલ કોર્ટમાં મજબૂત બચાવ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, 29મી એપ્રિલે જે પણ નિર્ણય આવશે તે માટે તેઓ તૈયાર છે.
Atiq Ahmed : અફઝલ અંસારીનો ચોંકાવનારો દાવો-'અતિકની હત્યામાં 3 નહીં 5 શૂટર હતાં'
gujarati.abplive.com
Updated at:
18 Apr 2023 06:08 PM (IST)
ગાઝીપુરના બીએસપી સાંસદ અફઝલ અંસારીએ વિચિત્ર દાવો કરતા કહ્યું હતું કે, અતિક અને અશરફ અહેમદને મારવા આવેલા શૂટર ત્રણ નહીં પરંતુ પાંચ હતા.
અફઝલ અંસારી
NEXT
PREV
Published at:
18 Apr 2023 06:08 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -