FIR Against Atiq Ahmed: ઉમેશ પાલ મર્ડર કેસ બાદ માફિયા અતીક અહેમદ પર ગાળિયો વધુ ને વધુ મજબુત બની રહ્યો છે. હવે તેને વધુ એકવાર ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસ આતિકને લઈને યુપી જવા રવાના થઈ ગઈ છે. અતીક અહેમદને લાવવા માટે જે પોલીસ ટીમ ગુજરાત મોકલવામાં આવી છે તેમાં એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને 2 ઇન્સ્પેક્ટર સહિત 30 કોન્સ્ટેબલ છે. અતિક અહેમદ ભયના ઓથાર હેઠળ છે.
કહેવામાં આવ્યું છે કે અતીકને લાવવાની આખી પેટર્ન પહેલા જેવી જ હશે. ગત વખતે જે રસ્તેથી તેને લાવવામાં આવ્યો હતો તે જ માર્ગેથી આ વખતે પણ તેને લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અતીકને લાવવા માટે જે જેલ વાન મોકલવામાં આવી હતી તેમાં બાયોમેટ્રિક લોક છે. એટલે કે તેને મેન્યુઅલી ખોલી શકાતું નથી. અતીકને લાવવા માટે પોલીસકર્મીઓએ બોડી કેમેરા લગાવ્યા જેથી કરીને અતીકને સાબરમતીથી પ્રયાગરાજ લઈ જવાની સમગ્ર ઘટના રેકોર્ડ કરી શકાય. પ્રયાગરાજ પોલીસ બંને ભાઈઓને તેમની કસ્ટડીમાં લીધા બાદ સામ-સામે બેસાડીને પુછપરછ કરી શકે છે.
અતીક સામે બીજી એફઆઈઆર નોંધાઈ
હકીકતમાં હવે અતિક અને તેના પુત્ર અલી સહિત 13 વિરૂદ્ધ બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે. પ્રયાગરાજની ધુમાનગંજ પોલીસે આ કેસ નોંધ્યો છે. પ્રયાગરાજની જાફરી કોલોનીમાં રહેતા સાબીરની ફરિયાદ પર પોલીસે અતીક અહેમદ, તેના પુત્ર અલી, અસલમ મંત્રી, અસદ કાલિયા, શકીલ, શાકિર, અહમદ, સબી અબ્બાસ, ફૈઝાનને એક કરોડની ઉચાપત કરવાની, હત્યા અને જીવલેણ હુમલાના આરોપમાં ધરપકડ કરી છે. જેલમાંથી ષડયંત્ર રચવા બદલ નામી, અફફાન, મેહમૂદ, મૌદ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
અતીકને લેવા માટે પોલીસ સાબરમતી જેલ પહોંચી
સાબીરે પોલીસને જણાવ્યું હતું કે, 14 એપ્રિલ 2019ના રોજ તે તેના ચકિયા સ્થિત ઘરે હતો. આ દરમિયાન અતીક અહેમદના કહેવા પર તેનો પુત્ર અલી તેના અન્ય સાથીઓ સાથે હથિયારો સાથે પહોંચી ગયો હતો. તેની પાસે પિસ્તોલ અને રાઈફલ હતી. તેઓ બધા ઘરની બહાર ઉભા રહ્યા અને તેને બોલાવવા લાગ્યા હતાં. FIR બાદ પોલીસ અતીકને લેવા ફરી એકવાર અમદાવાદની સાબરમતી જેલ પહોંચી હતી.
અતિકને પ્રયાગરાજ લાવવાની તૈયારી
અતીકનું બી વોરંટ ઈશ્યુ થઈ ચૂક્યું છે. અતીકને ગમે ત્યારે પ્રયાગરાજ લાવી શકાય છે. અહેમદને ફરી એકવાર સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રયાગરાજ પોલીસની એક ટીમ આજે ફરી ગુજરાતની સાબરમતી જેલ પહોંચી છે. ઉમેશ પાલ ગોળીબાર કેસમાં પ્રયાગરાજ પોલીસ પહેલાથી જ કોર્ટમાંથી બી વોરંટ મેળવી ચૂકી છે. બી વોરંટ પર કોઈ તારીખ નક્કી કરવામાં આવી ન હતી.
ફફડી ઉઠેકા અતિકે કહ્યું કે...
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમના જીવને ખતરો છે.
યુપી પોલીસ વાનમાં લઈ જતી વખતે અતક અહેમદે કહ્યું, "આ બરાબર નથી. તેઓ મને મારવા માંગે છે." ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદને પૂછપરછ માટે પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. પ્રયાગરાજ કોર્ટે આ કેસમાં બી વોરંટ જારી કર્યું છે.
પોલીસ કસ્ટડીમાં લઈ શકે છે
એક જૂના કેસમાં પોલીસે અતીક અહેમદની જેલમાં પૂછપરછ કરવા અને તેનું નિવેદન નોંધવા માટે કોર્ટ પાસેથી મંજૂરી લઈ લીધી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, પ્રયાગરાજ પોલીસ અતીક અહેમદનું નિવેદન નોંધવા કે તેને લાવવા સાબરમતી જેલ પહોંચી છે. માનવામાં આવી રહ્યું છે કે, અતીકને પ્રયાગરાજ લાવીને ઉમેશ પાલ હત્યા કેસમાં પણ તેના જ્યુડિશિયલ કસ્ટડી રિમાન્ડમાં વધારો કરી શકાય છે. ત્યાર બાદ પોલીસ તેમને તેમની કસ્ટડીમાં લેવા માટે કોર્ટમાં અરજી દાખલ કરશે.
Atiq Ahmed: સાબરમતી જેલમાંથી UP રવાના થતા જ ફફડી ઉઠ્યો અતિક, કહ્યું-આ લોકો મને...
gujarati.abplive.com
Updated at:
11 Apr 2023 05:24 PM (IST)
ઉમેશ પાલ મર્ડર કેસ બાદ માફિયા અતીક અહેમદ પર ગાળિયો વધુ ને વધુ મજબુત બની રહ્યો છે. હવે તેને વધુ એકવાર ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે.
અતિક અહમદ
NEXT
PREV
Published at:
11 Apr 2023 05:24 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -