ભોપાલ: શુક્રવારે મધ્યપ્રદેશમાં ફરી એકવાર રાજકીય હલચલ જોવા મળી હતી. સવારે મુખ્યપ્રધાન કમલનાથ રાજ્યપાલને મળ્યાં હતાં અને કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્યોને ભાજપ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે તેમજ હોર્સ ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કરીને હોર્સ ટ્રેડિંગ રોકવા અને ધારાસભ્યોને મુક્ત કરાવવા રાજ્યપાલને રજૂઆત કરી હતી.
બીજી તરફ તેમણે રાજ્યપાલનાં અભિભાષણ અને બજેટ રજૂ કરતી વખતે વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવા ફ્લોર ટેસ્ટ યોજવાની પણ રાજ્યપાલ સમક્ષ તૈયારી દર્શાવી હતી. ભાજપે પણ કમલનાથ સામે મોરચો ખોલ્યો હતો અને 16મીએ વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં ફ્લોર ટેસ્ટ યોજવા માંગણી કરી હતી.
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણે આરોપ લગાવ્યો હતો કે, શુક્રવારે સાંજે ભોપાલના કમલા પાર્કમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કારને ઘેરી લેવામાં આવી હતી ત્યાર બાદ કાળા ઝંડા દર્શાવવામાં આવ્યા હતા. તેમના વિરોધમાં કોંગ્રેસીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
ભાજપ નેતાઓએ કહ્યું હતું કે, કલમનાથ સરકાર લઘુમતીમાં હોવાથી વિધાનસભામાં બજેટ રજૂ કરી શકે નહીં કે રાજ્યપાલનું અભિભાષણ યોજી શકે નહીં. આ પહેલા તેણે વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવી પડે.
શિવરાજ સિંહે કર્યો દાવો: જ્યોતિરાદિત્ય સિંધિયાની કાર પર પથ્થરમારો કરીને હુમલો કરાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2020 09:34 AM (IST)
શિવરાજ ચૌહાણે આરોપ લગાવ્યો હતો કે, શુક્રવારે સાંજે ભોપાલના કમલા પાર્કમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -