નવી દિલ્લી: નગરોટામાં સેનાના જવાનો પર થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધી 6 આત્મઘાતી હુમલાવર ઠાર મરાયા છે. તેમની પાસેથી ઉર્દુમાં લખેલી નોટ મળી આવી છે. જેમાં લખવામાં આવ્યું છે આ હુમલો 2001માં થયેલા સંસદ હુમલાના દોષી અફઝલ ગુરૂને આપવામાં આવેલી ફાંસીનો બદલો છે. તેનાથી એ વાત સાબિત થાય છે કે નગરોટા આતંકી હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હોઈ શકે છે.

પઠાનકોટના વાયુસેના છાવણી પર થયેલા આતંકી હુમલામાં જૈશનો હાથ માનવામાં આવી રહ્યો છે. ત્યાં પણ જેવી રીતે જે કારનો ઉપયોગ વાયુસેનાની છાવણી સુધી પહોંચવા માટે આતંકીઓએ કર્યો હતો તેમાંથી પણ આ રીતની નોટ મળી આવી છે. સીનિયર ઈંટેલિજેંસ અધિકારીઓના મતે, પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે તેમાં જૈશ-એ- મોહમ્મદનો હાથ છે. જો કે આ પણ એક તપાસનો વિષય છે.

ગુપ્તચર એંજસીઓ એવું માની રહી છે કે નગરોટા આર્મી કેંપ પર હુમલો કરનાર 6 આતંકી તે જગ્યાએ હુમલા કર્યાના ઠીક એક રાત પહેલા પાકિસ્તાનની સરહદ પાર કરીને અહીં આવ્યા હતા. નગરોટાની સીમાનું અંતર 40 કિલોમીટર છે, જ્યાં મોટી સંખ્યામાં બીએસએફના જવાન રહે છે.