નવી દિલ્હી: હવાઈ યાત્રા દરમિયાન ફેસ માસ્ક નહીં પહેરનાર યાત્રીઓને લઈને એવિએશન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. સરકારના એવિએશન રેગ્યુલેટર ડીજીએસીએ એક આદેશ જાહેર કર્યો છે કે, હવાઈ મુસાફરી દરમિયાન ફેસ માસ્ક ન પહેરનાર યાત્રીઓને આગામી યાત્રા માટે ‘નો ફ્લાઈ લિસ્ટ’માં નાંખવામાં આવશે.


નો ફલાઈ લિસ્ટમાં આવવાનો મતલબ અને શરતો

નો ફ્લાઈ લિસ્ટમાં આવવાનો મતલબ એ છે કે, યાત્રા દરમિયાન જે માસ્ક નહીં પહેરે તેને આગામી કોઈ પણ એરલાઈન્સમાં યાત્રા કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. નો ફ્લાઈ લિસ્ટ નો મતલબ બીજી રીતે બ્લેક લિસ્ટ પણ છે. જેમાં સામેલ નામોને તમામ એરલાઈન્સને સોંપી દેવામાં આવશે. એવામાં યાત્રીઓને આગળીની ફ્લાઈટ માટે રોકવું એર લાઈન્સની જવાબદારી રહેશે.

ફ્લાઈટમાં ક્રુ મેમ્બર નક્કી કરશે નો ફ્લાઈ લિસ્ટના નામ

આગ્રહ કર્યા બાદ પણ ફેસ માસ્ક ન લગાવનાર યાત્રીનુ નામ નો ફ્લાઈ લિસ્ટમાં નાખવાનો અધિકાર ડીજીસીએ ફ્લાઈટના ક્રૂ મેમ્બરો અને ફ્લાઈટ કમાન્ડરને આપ્યો છે.

ડીજીસીએ અનુસાર માત્ર એવા યાત્રીઓ જેમણે માસ્ક લગાવવાથી કોઈ સ્વાસ્થ્યને લઈને મુશ્કેલી થતી હોય તેમને જ વગર માસ્કે હવાઈ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે.