નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે યૂનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યૂજીસીને યૂનિવર્સિટીઓની છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરક્ષી લેવા માટે 6 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલ સર્ક્યુલરને યથાવત રાખાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મામલે કહ્યું કે, રાજ્યોએ વિદ્યાર્થીઓને આગળના ક્લાસમાં પ્રમોટ કરવા માટે પરીક્ષા કરાવવી જોઈએ. સાથે જ કોર્ટે એ પણ કહ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત રાજ્યોમાં મહામારીને જોતા પરક્ષી સ્થગિત કરી શકાય છે. પરીક્ષાની તારીખને લઈને યૂજીસી સાથે રાજ્ય ચર્ચા-વિચારણા કરી શકે છે.

શુક્રવારે કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યોની પાસે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ્દ કરવાનો અધિકાર છે પરંતુ પરીક્ષા વગર કોઈપણ વિદ્યાર્તીને પાસ ન કરી શકાય.


નોંધનીય છે કે, યૂજીસીએ 6 જુલાઈના રોજ યૂનિવર્સિટી અને કોલેજમાં યૂજી અને પીજી પાઠ્યક્રમોના છેલ્લા વર્ષ અથવા સેમેસ્ટરની પરીક્ષાઓ 30 સપ્ટેમ્બરે પૂરી કરવા સંબંધિત એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો. વિદ્યાર્થીઓએ કોરોના વાયરસને કારણે પરીક્ષાનો વિરોધ કર્યો હતો અને જુદી જુદી સંસ્થાઓના 31 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

પોતાની અરજીમાં વિદ્યાર્થીઓએ આંતરિક મૂલ્યાંક અથવા છેલ્લા પ્રદર્શનને આથારે પરિણામ તૈયાર કરવાની માગ કરતા અંતિ વર્ષ અથવા સેમેસ્ટરની પરીક્ષા રદ્દ કવાની માગ કરી હતી. આ મામલે કોર્ટે 18 ઓગસ્ટે સુનાવણી પૂરી કરી લીદી હતી અને નિર્ણય અનામત રાખ્યો હતો.