સુન્ની વક્ફ બોર્ડની આ બેઠકમાં સરકાર તરફતી પાંચ એકર જમીન લેવાના મામલે વિચાર થશે. જાણકારી અનુસાર સુન્ની વક્ફ બોર્ડ અનેક મુદ્દે આ બેઠકમાં વિચાર વિમર્શ કરશે.
ક્યા મુદ્દાઓ પર થશે ચર્ચા?
જમીન લેવી કે નહીં, જો લેવામાં આવે તો તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે?
અયોદ્યાથી દૂર જમીન લેવી યોગ્ય છે કે નહીં?
શ્રીરામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંતર્ગત અયોધ્યામાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવાના પ્રસ્તાવ પર ગઈકાલે યૂપી કેબિનેટને નિર્ણય કર્યો હતો. આ મામલે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ત્રણ સ્થળના વિકલ્પ આપ્યા હતા. તે અંતર્ગત કેન્દ્રએ બોર્ડને અયોધ્યામાં જિલ્લા મુખ્યાલથી 18 કિલોમીટર દૂર ગામ ધન્નીપુર, તાલુકો સોહાવલમાં થાના રૌહાનીથી લગભગ 200 મીટર પાછળ જમીન ફાળવવામાં આવી છે.
આ જમીન પર પહેલેથી જ મજાર છે, જ્યાં દર વર્ષે મેળો લાગે છે. વિસ્તારના લોકોનું કહેવું છે કે, મસ્જિદની સાથે હોસ્પિટલ અને સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવે તે આવકાર્ય છે.