અયોધ્યા મામલે આવતીકાલે સુનાવણી પૂરી થવાની આશા, CJIએ આપ્યો સંકેત
abpasmita.in | 15 Oct 2019 07:16 PM (IST)
સુપ્રીમ કોર્ટે સુનાવણીનો સમય નક્કી કરી દીધો છે. મુસ્લિમ પક્ષના વકીલને એક કલાક અને હિંદુ પક્ષના વકીલને 45 મિનિટ મળશે.
નવી દિલ્હીઃ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલા અયોધ્યા મામલે ફેંસલાનો સમય નજીક આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી પૂરી થવાની આશા વ્યક્ત કરી છે. આવતીકાલે લંચ બાદ ‘મોલ્ડિંગ ઓફ રિલીફ’ પર ચર્ચા થઈ શકે તેવો ચીફ જસ્ટિસે સંકેત આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણીનો સમય નક્કી કરી દીધો છે. મુસ્લિમ પક્ષના વકીલને એક કલાક અને હિંદુ પક્ષના વકીલને 45 મિનિટ મળશે. ચારેય હિંદુ પક્ષકારોને 45-45 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. મંગળવારે આ મામલાની સુનાવણીનો 39મો દિવસ હતો. અયોધ્યા કેસને સાંભળી રહેલી પાંચ જજોની બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ 17 નવેમ્બરે નિવૃત્ત થવાના છે.