નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ મામલાની સુનાવણી ટાળવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, હવે આ મામલાની સુનાવણી જાન્યુઆરી 2019માં થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે જાન્યુઆરી 2019માં અયોધ્યા વિવાદ મામલાની સુનાવણીની તારીખ નક્કી કરશે એટલે કે ત્રણ મહિના બાદ આ કેસ કોર્ટમાં જશે. જાન્યુઆરીમાં સુનાવણી માટે નવી બેન્ચની રચના કરવામાં આવી શકે છે.
કેસની સુનાવણી જાન્યુઆરી સુધી ટાળવાને લઇને અયોધ્યામાં મહંત પરમહંસે કહ્યું કે, જાન્યુઆરી સુધી રાહ જોઇ શકતા નથી. બીજેપી તરત જ મંદિરનું નિર્માણ શરૂ કરાવે, રામ મંદિર નિર્માણનું વચન આપીને સત્તામાં મોદી અને યોદી આવ્યા છે. જો એવું નહી થાય તો આરએસએસ, વીએચપી અને બીજેપી સરકારને નુકસાન ભોગવવું પડશે.
સુપ્રીમ કોર્ટમાં ઇલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં અયોધ્યામાં વિવાદીત ભૂમિને રામ લલા, નિર્મોહી અખાડા અને મૂળ મુસ્લિમ વાદી વચ્ચે વેચવાનો આદેશ આપ્યો હતો.