અધિકારીએ કહ્યું કે, રાજ્યોને તમામ સંવેદનશીલ સ્થળો પર પુરતી સુરક્ષાકર્મીઓ તૈનાત કરવા અને એ સુનિશ્વિત કરવા કહેવામાં આવ્યું છે કે દેશમાં ક્યાંય પણ કોઇ અપ્રિય ઘટના ના ઘટે. અધિકારીએ કહ્યુ કે, મંત્રાલયે કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે રાજ્ય સરકારની મદદ માટે અર્ધસૈનિક દળોની 40 કંપનીઓ મોકલી છે.
ગૃહમંત્રાલયે બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી આગેવાનીની ઉત્તર પ્રદેશ સરકારને અયોધ્યામાં તમામ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ સુનિશ્વિત કરવાનો આગ્રહ કર્યો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અસામાજિક તત્વો ધાર્મિક ભાવનાઓને ભડકાવી શકે છે જેથી પરિપત્રમાં ઉત્તર પ્રદેશ સરકારને અતિસંવેદનશીલ ક્ષેત્રો પર નજર રાખવા માટે પોલીસ તૈનાત કરવાના નિર્દેશ અપાયા હતા.