કૃષિ કાયદા વિરૂદ્ધમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનો 21મો દિવસ છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ત્રણેય કૃષિ બિલ પરત લેવાની માંગ કરી રહ્યા છે. તેની વચ્ચે બુધવારે એક હેરાન કરતી ઘટના બની છે. કથિત રીતે ખેડૂત આંદોલનના સમર્થનમાં સંત બાબા રામસિંહએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.


કરનાલ પાસે નાનકસર ગુરૂદ્વારા સાહિબથી હતા રામસિંહ. રામસિંહએ દિલ્હી-હરિયાણા સ્થિત સિંધુ બોર્ડર પર પોતાને ગોળી મારી છે. રામ સિંહ સુસાઈડ નોટમાં કથિત રીતે લખ્યું, ખેડૂતોનું દુખ જોયું, પોતાના હક માટે રસ્તાઓ પર છે. દિલ ખૂબ જ દુખી થયું, સરકાર ન્યાય નથી કરી રહી, જુલ્મ છે, જુલ્મ કરવુ પાપ છે, જુલ્મ સહન કરવો પણ પાપ છે. કોઈએ ખેડૂતોના હકમાં અને જુલ્મ વિરૂદ્ધ કંઈક કર્યું. ઘણા લોકોએ પુરસ્કાર પરત કરી રોષ વ્યક્ત કર્યો.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં સંસદમાં પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ બિલનો હજારોની સંખ્યામાં પંજાબ અને હરિયાણાથી ખેડૂતો દિલ્હી પાસે આવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્રણેય બિલ પરત લેવાની માંગ કરી રહ્યા છે.

જેને લઈને ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચ વખત વાતચીત થઈ ગઈ છે, પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું.