કોચ્ચીમાં કોર્પોરેશન નોર્થ આઈલેન્ડ વોર્ડમાં કૉંગ્રેસના મેયર પદના ઉમેદવાર ભાજપ સામે એક મતથી હાર્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Dec 2020 07:24 PM (IST)
કોચ્ચિ નિગમમાં કૉંગ્રેસના નેતૃત્વવાળી યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ યૂડીએફના મેયર ઉમેદવાર એન વેણુગોપાલ એનડીએના ઉમેદવાર સામે માત્ર એક મતથી હારી ગયા હતા.
ચૂંટણીમાં દરેક વોટની કિંમત હોય છે. કોચ્ચિ નિગમમાં કૉંગ્રેસના નેતૃત્વવાળી યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ યૂડીએફના મેયર ઉમેદવાર એન વેણુગોપાલ એનડીએના ઉમેદવાર સામે માત્ર એક મતથી હારી ગયા હતા. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગ્રેટર કોચીન ડેવલપમેન્ટ કોર્પોરેશનના પૂર્વ અધ્યક્ષ વેણુગોપાલએ આઈલેન્ડ નોર્થ વોર્ડમાંથી ચૂંટણી લડી અને 181 મત મેળવ્યા. જ્યારે એનડીએના પદ્મકુમારી ટી સામે હારી ગયા, તેને 182 વોટ જીત્યા. કેરળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતગણતરી યોજાી હતી. કોચ્ચિ કોર્પોરેશન નોર્થ આઈલેન્ડ વોર્ડમાં કૉંગ્રેસના મેયર પદના ઉમેદવાર એન વેણુગોપાલ ભાજપના ઉમેદવાર સામે માત્ર એક મતથી હારી ગયા હતા.