નોટબંધીનો વિરોધ કરનારા રાષ્ટ્રદ્રોહી છે: બાબા રામદેવ
abpasmita.in | 21 Nov 2016 07:58 PM (IST)
નવી દિલ્લી: નોટબંધી પર વિપક્ષ મોદી સરકારના વિરોધમાં છે. આમ આદમીને પડી રહેલી મુશ્કેલીને કારણે વિપક્ષ મોદી સરકારની આલોચના કરી રહ્યું છે, ત્યારે યોગગુરૂ બાબા રામદેવનો મોદીને સાથ મળી રહ્યો છે. બાબા રામદેવે કહ્યું નોટબંધીનો વિરોધ કરી રહેલા રાષ્ટ્રવિરોધી છે. બાબા રામદેવે કહ્યું નોટબંધીથી સસ્તા વ્યાજદરે લોન મળશે. ઉલ્લેખનિય છે કે નોટબંધીના 13માં દિવસે પણ બેંક અને એટીએમ બહાર લોકોની ભીડ યથાવત છે. મોદીનો બચાવ કરતા રામદેવે કહ્યું મોદીએ રાષ્ટ્રહિતમાં જે કામ કર્યું છે તેમાં સંત સમાજ તેમની સાથે છે. જે નોટબંધીનો વિરોધ કરી રહ્યા છે તે અમારા માટે રાષ્ટ્રદ્રોહ જેવા છે. બાબા રામદેવે કહ્યું નોટબંધીના કારણે આતંકવાદ અને નક્સલવાદ પર સૌથી મોટો પ્રહાર થયો છે. બાબા રામદેવે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે લોકો હેરાફેરી કરે છે તેમને છોડવામાં નહી આવે.