લખનઉ: આગરા-લખનઉ એક્સપ્રેસવેનું આજે એસપી સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે લોકાર્પણ કર્યું હતું. જેના કારણે આગરા-લખનઉ સાથે દિલ્લી અને લખનઉ વચ્ચેનું અંતર પણ ઓછુ થશે. હવે દિલ્લીથી લખનઉ વચ્ચેનું અંતર માત્ર 6 કલાકમાં પૂર્ણ કરી શકાશે.


ઉદ્ધાટનના સમયે મુલાયમ પરિવાર એકસાથે જોવા મળ્યો. મુલાયમ યાદવની સાથે અખિલેશ યાદવ, શિવપાલ યાદવ અને રામ ગોપાલ યાદવ પણ જોવા મળ્યા. અખિલેશ યાદવે તેને ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો, જ્યારે બસપા સુપ્રીમો માયાવતીએ અખિલેશ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખી અધૂરી તૈયારીઓ સાથે આગરા-લખનઉ એક્સપ્રેસ વે નું ઉદ્ધાટાન કરવામાં આવ્યું છે.

આ 302 કિલોમીટર લાંબો લખનઉ-આગરા એક્સપ્રેસવે 6 લેનનો છે. આ એક્સપ્રેસવેને બનાવવા માટે તેર હજાર બસો કરોડનો ખર્ચ થયો છે. જેના કારણે આપ લખનઉથી દિલ્લી માત્ર છ કલાકમાં પહોંચી શકાશે. આમ જનતા માટે આ એક્સપ્રેસવે આગામી મહિનાથી ખુલ્લો મુકવામાં આવશે. આજે તેનું ઉદ્ધાટન થયું હતું. ઉદ્ધાટન પહેલા ફાઈટર પ્લેન ઉડાવીને તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.