નવી દિલ્લી: કેંદ્રીય જળ સંશાધન મંત્રી ઉમા ભારતીએ નોટબંધીને પ્રધાનમંત્રી મોદીના નિર્ણયની બિલકુલ સાચો ગણાવ્યો હતો. ઉમા ભારતીએ કહ્યું પ્રધાનમંત્રીએ નોટબંધી કરીને કાર્લ માર્કસની વિચારધારાઓને આગળ વધારી છે. જેના કારણે દુનિયાના વામપંથિયોએ મોદીનું અભિનંદન કરવું જોઈએ.
એક અંગ્રેજી અખબારને ઈંટરવ્યૂ આપતા ઉમા ભારતીએ કહ્યું કે માર્કસવાદીઓનો એજંડા છે જે પીએમ લાગૂ કરી રહ્યા છે. જે ક્યારેય લોહીયાએ કહ્યું, કાશિરામે કહ્યું, પરંતુ માર્કસે જે કહ્યું પ્રધાનમંત્રી તે લાગૂ કરી રહ્યા છે. જેના કારણે સમગ્ર દુનિયાના વામપંથીઓએ મોદીનું અભિનંદન કરવું જોઈએ.
ઉમા ભારતીએ કહ્યું કાર્લ માર્કસે હંમેશા કહ્યું હતું કે સમાનતા હોવી જોઈએ કોઈપણ રીતે પણ અસામાનતા ન હોવી જોઈએ. કોઈ વ્યક્તિ પાસે 12 રૂમવાળુ ઘર છે અને ક્યાંક એક રૂમમાંજ 12 લોકો રહે છે. તો આવી અસમાનતા ક્યારેય પણ સ્વીકાર નહી થાય. પ્રધાનમંત્રી તેમજ કરી રહ્યા છે, તે અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર દૂર કરી રહ્યા છે.