નવી દિલ્હીઃ હાલ દેશમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. દરેક પક્ષો ખેડૂતોના મુદ્દે રાજકારણ રમી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે વિશેષ બજેટની વાત પણ કરવામાં આવી છે. આ દરમિયાન પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે 2019માં દેશમાં ચોમાસું સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન કર્યું છે. સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ચોમાસામાં લોન્ગ પિરિયડ એવરેજ(LPA)ની સરખામણીમાં 93 ટકા વરસાદ થઈ શકે છે. તેમાં 5 ટકાનો વધારો કે ઘટાડો થઈ શકે છે.


જૂન-સપ્ટેમ્બરની વચ્ચે મોનસૂનમાં એલપીએ 887 મિલીમીટરની સરખામણીમાં ઓછો વરસાદ થશે. ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાની 55 ટકાથી વધુ શકયતા છે. સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે પૂર્વી ભારત અને મધ્ય ભારતના મોટા ભાગના હિસ્સામાં ચોમાસુ ખરાબ રહેવાની શકયતા છે. આ વિસ્તારોમાં શરૂઆતના બે મહીનામાં ચોમાસુ નબળું રહેશે.

અગાઉ સ્કાઈમેટે 25 ફેબ્રુઆરી 2019એ રિપોર્ટ બહાર પાડીને આ વર્ષે સામાન્ય ચોમાસુ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીની સ્થિતિને જોતા મોનસૂન સામન્ય રહેવાનો સંકેત મળ્યો હતો. આ કારણે સામાન્ય મોનસૂનનું અનુમાન કરવામાં આવ્યું હતું. જોકે હાલની સ્થિતિમાં ખૂબ જ પરિવર્તન જોવા મળ્યું છે.

વિકાસમાં દીદી ‘સ્પીડ બ્રેકર’, બાલાકોટમાં આતંકીઓ મરવા પર દીદીને થયું દર્દઃ PM મોદી

ભાજપે ગુજરાતની વધુ બે બેઠકના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ