નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ જ્યારે પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરી હતી, ત્યાર બાદ પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં વિમાન મોકલવામાં આવ્યા હતા. આ વિમાનને ભારતીય વાયુસેનાએ ભગાડી મૂક્યા હતા. ત્યારે જ ભારતનું એક વિમાન PoKમાં પડ્યું હતું. આ વિમાનમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન હતા, જેને બાદમાં પાકિસ્તાને ભારતને પરત કર્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન મિગ-21ની સથે થયેલ આ ઘટનામાં ત્યારે કન્ટ્રોલ રૂમ તરફતી મોકલવામાં આવી રહેલ રેડિયો મેસેજ વિમાન સુધી પહોંચી શક્યા ન હતા.


વિમાનનો રેડિયો જામ થતાં જ કંટ્રોલ રૂમ દ્વારા મોકલવામાં આવેલા મેસેજ વિંગ કમાન્ડર અભિનંદન સુધી પહોંચી શકયા નહોતા. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ વાયુસેના ઉપ-પ્રમુખે કેન્દ્ર સરકારને તેને સંપૂર્ણ અહેવાલ મોકલ્યો હતો અને સમગ્ર ઓપરેશનને વિસ્તારથી જાણકારી આપી હતી. આ રિપોર્ટમાં સમજાવ્યું હતું કે ત્યાં શું થયું હતું અને સાથો સાથ એ વાતોનું પણ ધ્યાન રખાયું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ફરીથી ન થાય.

હવે કેન્દ્ર સરકારે આ કેસમાં મોટું પગલું ભર્યું છે. રક્ષા મંત્રાલયની તરફથી એક પ્રપોઝલને મંજૂરી આપી દેવામાં આવી છે. તેના અંતર્ગત રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) એક એવું સોફટવેર બનાવા પર કામ કરશે જેની અંતર્ગત લડાકુ વિમાનમાં પાયલટ અને ગ્રાઉન્ડ પર હાજર કંટ્રોલ રૂમનો રેડિયો જામ થશે નહીં.