નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે છત્તીસગઢ સરકારે (Chhattisgarh Government) નવા વિધાનસભા ભવન, રાજ્યપાલ અને મુખ્યમંત્રી નિવાસ, મંત્રીઓ અને અધિકારીઓના આવાસ સહિત નવા સર્કિટ હાઉસ વગેરેના નિર્માણ કાર્ય પર રોક લગાવી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
છત્તીસગ સરકારના આ નિર્ણય બાદ કેન્દ્રમાં દિલ્હીમાં બનાવવામાં આવી રહેલા 'સેન્ટ્રલ વિસ્ટા' પ્રોજેક્ટ (Central Vista Project) પર રોક લગાવવાનું દબાણ વધી શકે છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ દિલ્હીમાં 'સેન્ટ્રલ વિસ્તા' પ્રોજેક્ટ પર હાલમાં રોક લગાવવાની માંગ કરી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદ ભવનની સાથે પ્રધાનમંત્રી ગૃહ અને કેન્દ્રીય સચિવાલય બનાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 12 વિપક્ષ નેતાઓએ બુધવારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને સલાહ આપી હતી. જેમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવાની પણ વાત કરી હતી, વિપક્ષી પાર્ટીઓએ માંગ કરી હતી કે, ‘સેન્ટ્રલ વિસ્ટા’ની રકમ ઑક્સિજન અને વેક્સિનની ખરીદી પર ખર્ચ કરવામાં આવે.
કોંગ્રેસે દ્વારા 'સેન્ટ્રલ વિસ્ટા' પર સવાલ ઉઠાવ્યા બાદ ભાજપ અત્યાર સુધી છત્તીસગઢમાં બની રહેલા વિધાનસભા ભવન અને આ પ્રોજેક્ટનો હવાલો આપીને બચાવ કરી રહી હતી. તાજેતરમાં જ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રીભૂપેશ બધેલે છત્તીસગઢ સરકારના આ પ્રોજેક્ટને બંધ કરીને પોતાની પાર્ટીને મોદી સરકારને ઘેરવા માટે નવી તક આપી દીધી છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,62,727 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4120 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,52,181 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 37 લાખ 03 હજાર 665
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 97 લાખ 34 હજાર 823
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 10 હજાર 525
- કુલ મોત - 2 લાખ 58 હજાર 317