ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર ફરી વળી છે. દેશમાં રોજના સાડા ત્રણ લાખ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ લાખો લોકો હોમ ક્વોરન્ટાઈન છે. જો તમારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોય તો હોસ્પિટલમાં ગયા વગર ઘરે રહીને 12-15 દિવસમાં રિકવર થઈ શકો છે. જો તમે કોરોનાથી જલદી સ્વસ્થ થવા માંગતા હો તો કેટલાક નિયમો પાળવા જરૂરી છે.


કોરોનાથી રિકવર થવા આ પાંચ નિયમોનું કરો પાલન


વિટામિન ડી લોઃ કોરોનાથી રિકવર થવા વિટામિન ડી ખૂબ જરૂરી છે, સવારે રોજ 10-15 મિનિટ તડકો લેવો જોઈએ. ઉનાળામાં વહેલી સવારનો તડકો લેવો જોઈએ.


પ્રાણયામ કરોઃ જો તમે કોરોનાથી સંક્રમિત થયા છો તો શરીરમં નબળાઈ આવી ગઈ હશે. જેથી તમે ધીમે ધીમે હળવી એક્સરસાઇઝ કરો. બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા પ્રાણાયામ કરો. કોરોનાના દર્દીઓ ઓક્સિજન લેવલ સુધારવા માટે અનુલોમ-વિલોમ, કપાલભાતિ પણ કરી શકે છે.


ડાયટ પર ધ્યાન આપોઃ કોરનાથી રિકવરી બાદ શરીરમાં ઘણી નબળાઈ આવી ગઈ છે. આ સ્થિતિમાં દર્દીએ ડાયટ પર ધ્યાન આપવું જોઈએ. રોજ સવારે ખજૂર, કિશમિશ, બદામ અને અખરોટ જરૂર ખાવ. જો તમને ઉંઘવાની ઓછી ઈચ્છા થતી હોય તો ડ્રાઈફ્રૂટનું સેવન કરો. જે તમને એનર્જી આપશે.


સરગવાનો સૂપ પીવોઃ કોરોનાના કારણે માંસપેશીમાં દર્દ થતું હોય તો સરગવાનો સૂપ પીવો. તે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ માત્રામાં હોય છે. જેનાથી ડિપ્રેશન, ગભરામણ અને થાકની સમસ્યા દૂર થાય છે.


ઉકાળો પીવોઃ રસોડામાં રહેલા મસાલા તમારી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરશે. આ બીમારીથી બચવા અને ઈમ્યુનિટી જાળવી રાખવા તમે હળદર, જીરું, ધાણાનો ઉકાળો પી વો, તેનાથી તણાવ દૂર થશે.


આ પણ વાંચોઃ  મ્યુકરમાઈકોસિસથી બચવા માટે કઈ રસી છે અસરકારક ? આ રસી લીધી હોય તેમને નથી થતો મ્યુકરમાઈકોસિસ


ગુજરાત પર કોરોના બાદ આવશે વધુ એક મોટી આફત, જાણો મોટા સમાચાર