મોમીને વ્યસ્ત કાર્યક્રમને કારણે ગુરુવારે ભારતની પોતાની યાત્રા રદ્દ કરી હોવાનું કહ્યું. તેમણે કહ્યું કે, ભારકે એનઆરસી પ્રક્રિયાને પોતાનો આંતરિક મુદ્દો ગણાવ્યો અને ઢાકાને આશ્વસ્ત કર્યું કે તેનાથી બાંગ્લાદેશ પર અસર નહીં પડે. તેમણે કહ્યું કે, કેટલાક ભારતીય નાગરિક આર્થિક કારણોસર દલાલો દ્વારા ગેરકાયેદસર બાંગ્લાદેશમાં ઘુસી રહ્યા છે. અમે તેમને ભારત પાછાં મોકલી દઇશું. આ તો અરસપરસ છે.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, કેટલાક લોકો ભારતની સાથે જોડાયેલ સરદ દ્વારા ગેરકાયદેસર ઘુસી રહ્યા છે. મોમીને કહ્યું કે, બાંગ્લાદેશે ભારત સરકારને વિનંદી કરી છે કે, જો તેમની પાસે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની કોય આદી છે તો ઉપલબ્ધ કરાવે. તેમણે કહ્યું, અમે બાંગ્લાદેશી નાગરિકોને પરત લેવાની મંજૂરી આપીશું કારણ કે તેમની પાસે પોતાના દેશમાં પ્રવેશ કરવાનો અધિકાર છે.