નવી દિલ્લીઃ દેશની સરકારી બેંક બેંક ઓફ બરોડા (BOB)એ 1 નવેમ્બરથી વિચિત્ર નિયમ બનાવ્યો છે. બેન્ક ઓફ બરોડામાં 1 નવેમ્બરથી એકાઉન્ટ ધારકે પોતાના રૂપિયા જમા કરવા અને ઉપાડવા પર પણ ચાર્જ ભરવો પડશે. કોઈ પણ એકાઉન્ટ ધારક હવે એક મહિનામાં પોતાના ખાતામાં ત્રણથી વધુ વાર રકમ જમા કરાવે કે ઉપાડે તો તેના પર ચાર્જ વસૂલવામાં આવશે.


નવા નિયમ પ્રમાણે સેવિંગ્સ એકાઉન્ટધારકોને એક મહિનામાં ત્રણ વખત રૂપિયા જમા કરાવવાની સેવા વિના મૂલ્યે મળશે પણ  તમે એક મહિનામાં ચોથી વખત બેન્કમાં રૂપિયા જમા કરાવવા જશો તો રૂપિયા 40નો ચાર્જ ચૂકવવો પડશે. એ જ રીતે ખાતામાંથી ત્રણ વખત રૂપિયા ઊપાડવાની છૂટ છે પણ ચોથી વખત રૂપિયા ઉપાડવા માટે ગ્રાહકે દરેક વખતે રૂપિયા 100નો ચાર્જ ચૂકવવો પડશે.


રીઝર્વ બેંકે દેશમાં 1 નવેમ્બરથી બેંન્કિંગના કેટલાક નિયમો બદલવાની છૂટ આપી હતી ને બેન્ક ઓફ બરોડામાં 1 નવેમ્બરથી તેનો અમલ શરૂ થયો છે.  બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, એક્સિસ અને સેન્ટ્રલ બેન્ક ટૂંક સમયમાં આ અંગે નિર્ણય કરશે.