પ્રથમ ડિસ્ટ્રીબ્યૂટરને ત્યાં જઈને, પોતાના મોબાઈલ નંબરથી કોલ કરીને, ઓનલાઈન અથવા કંપની દ્વારા આપવામાં આવેલ WhatsApp નંબરથી તમે સિલિન્ડર બુક કરાવી શકો છો. સૌથી સરળ રીત તમારા નંબરથી કંપની દ્વારા આપવામાં આવેલ નંબર પર કોલ કરવાની છે. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો તમે નવા નંબર 7718955555 પર કોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકો છો. અથવા બીજી સરળ રીત છે વોટ્સએપ. તમે વોટ્સએપ મેસેન્જર પર REFILL ટાઈપ કરીને તેને 7588888824 પર મોકલી દો, ધ્યાન રહે કે તમારો વોટ્સએપ નંબર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જ હોય.
જણાવીએ કે એક નવેમ્બરથી એલપીજીની કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે. છેલ્લા એક વર્ષમાં એલપીજીની સબસિડિમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ દરમિયાન સિલિન્ડર 100 રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે અને હવે સબસિડી શૂન્ય થઈ ગઈ છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને પોતાની વેબસાઇટ પર સબસિડીવાળા સિલિન્ડરની કિંમત વિશે જાણકારી આપવાની બંધ કરી દીધી છે. એક વર્ષ પહેલા સુધી વેબસાઈટ પર તેની જાણકારી હતી.