નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની સાથે 35 લોકોએ દુષ્કર્મ આચર્યું છે. મહિલાએ બરેલીના એસપી (ક્રાઈમ)ને ફરિયાદ કરી કે પહેલા 5 લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને આપત્તિજનક વીડિયો બનાવ્યો. ત્યાર બાદ આરોપીઓએ અન્ય લોકોને દુષ્કર્મ માટે મોકલ્યા. દુષ્કર્મની આ ઘટનાઓ લગભગ એક વર્ષ સુધી ચાલી.

બરેલીના એસપી (ક્રાઈમ) રમેશ કુમાર ભારતીયએ કેંટ પોલીસ સ્ટેશનને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, તેની ઓફીસે આવીને એક મહિલાએ ગંભીર અપરાધની ફરિયાદ કરી છે. મહિલા પોતાના પતિ અને બાળકોની સાથે ફરિયાદ કરવી પહોંચી હતી.

મહિલાના પતિ મજૂરી કરે છે. મહિલાનું કહેવું છે કે, કેટલાક દબંગોએ સૌથી પહેલા તેની સાથે દુષ્કર્મ આચર્યું. તે લોકો પાણી પીવાના બહાને ઘરમાં ઘુસ્યા હતા.

મહિલાએ કહ્યું કે, દુષ્કર્મની ઘટનાઓ દરમિયાન ઘણી વખત તે બેભાન થઈ જતી હતી. તે ચીસો પાડતી હતી, માટે તેના મોઢા પર કપડું બાંધી દેતા હતા. આ દરમિયાન ઘણી વખત તેને દારૂ પણ પીવડાવવામાં આવ્યો.

મહિલાએ કેટલાક આરોપીા નામ આપ્યા છે, જ્યારે અન્ય લોકોના ચહેરા જોઈને ઓળખી લેવાની વાત કહી છે. આરોપીએ મહિલાને ધમકી આપી હતી કે તે જો કોઈને ઘટના વિશે જણાવશે તો પતિ અને બાળકોને મારી નાખશે. આપત્તિજનક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરી દેશે. હવે મહિલાનો પરિવાર ડરથી ગામમાંથી પલાયન કરી ગયો છે.