બેંગલુરુઃ નાગરિકતા સંશોધન કાયદા પર દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. આ વચ્ચે કર્ણાટકમાં તત્કાળ આગામી ત્રણ દિવસ માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.જ્યારે મેંગલુરુના  પોલીસ કમિશનર પીએસ હર્ષે મંજૂરી વિના નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન કરવા વિરુદ્ધ ચેતવણી આપી હતી અને લોકો તથા સંગઠનોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની વિનંતી કરી હતી.

તેમણે કહ્યુ કે સોશિયલ મીડિયા પર અનેક સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે જેમાં લોકોને 20 અને 23 ડિસેમ્બરે અહી વિરોધ પ્રદર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવાની વાત કરવામાં આવી છે પરંતુ પોલીસે પ્રદર્શનને લઇને મંજૂરી માટેની કોઇ અરજી મળી નથી.

પોલીસ કમિશનરે કહ્યું કે, અમે સંબંધિત વ્યક્તિઓનો સંપર્ક કર્યો છે અને તેમને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આ પ્રકારના કાર્યક્રમની કોઇ યોજના નથી. અત્યાર સુધી પોલીસને છ કે સાત અરજીઓ મળી છે જેના માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરિક્ષણ કરાયું હતું અને વિરોધ પ્રદર્શનની મંજૂરી આપી છે.