પ્રીસિસા મેડિકોમેંટોની એક ટીમે કેટલાક સપ્તાહ પહેલા ભારત બાયોટેકનનો પ્રવાસ કર્યો હતો એટલે સંભવિત કોવેક્સીના સપ્લાઈને લઈ ચર્ચા કરવામાં આવી શકે. ટીમે હૈદરાબાદના જીનોમ વેલી સ્થિત ભારત બાયોટેકની ઓફિસમાં 7 અને 8 જાન્યુઆરીએ ડૉક્ટર કૃષ્ણા ઈલા સાથે મળી ચર્ચા કરી.
આ ચર્ચા દરમિયાન ભારતમાં તૈનાત બ્રાઝીલના રાજદૂત આંદ્રે અરણા કોરંગા ડૂ લોગો પણ વર્ચ્યૂલ રીતે આ બેઠકમાં જોડાયા હતા. તેમણે બ્રાઝીલ સરકાર તરફથી કોવેક્સીનની ખરીદીને લઈ ઈચ્છા વ્યક્ત કરી.
સૈદ્ધાંતિક રીતે સામાન્ય માણસને વેક્સીન આપવા માટે બ્રાઝીલ સરકાર તરફથી સીધી ખરીદી કરવામાં આવશે. બ્રાઝીલના રેગુલેટરી ઓથોરિટી ANVISA તરફથી તેની મંજૂરી બાદ આ બઝારમાં ઉપયોગ માટે આવશે.
.......