પ્રધાનમંત્રી મોદી 2019માં ડિસ્કવરી ચેનલની જાણીતી સીરિઝ મેન વર્સેઝ વાઇલ્ડમાં નજરે પડ્યા હતા. જેને બેયર ગ્રિલ્સે હોસ્ટ કર્યો હતો. હવે ગ્રિલ્સે તેનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે અને પસંદગીની તસવીરો પૈકીની એક ગણાવી છે. ફોટોમાં ગ્રિલ્સ અને મોદી ચા પીતા નજરે પડી રહ્યા છે. પીએમ મોદીના આ એપિસોડનું શૂટિંગ વિશ્વ પ્રસિદ્ધ જિમ કાર્બેટ નેશનલ પાર્કમાં થયું હતું.


ગ્રિલ્સે ટ્વીટ કરીને લખ્યું, મારા પસંદગીના ફોટોમાંથી એક. ડિસ્કવરી જંગલ એડવેંચર દરમિયાન ભીંજાયા બાદ પ્રધાનમંત્રી મોદી સાથે એક ચા પીધી હતી. આ ક્ષણ જંગલ તમામમને બરાબરી પર લાવે છે તેમ યાદ અપાવે છે.



આ સ્પેશિયલ એપિસોડમાં પીએમ મોદી અને ગ્રિલ્સ જંગલમાં વરસાદ અને ઠંડીનો સામનો કરતા જોવા મળ્યા હતા. જેમાં બરફના કારણે થીજી ગયેલી નદીને પાર કરવા ગ્રિલ્સ રસ્તો બનાવતો જોવા મળ્યો હતો.

પીએમ મોદીએ શોના પ્રીમિયર પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, વર્ષોથી પ્રકૃતિ વચ્ચે પહાડો અને જંગલમાં રહ્યો છું. તેના મારા જીવન પર મોટો પ્રભાવ છે. તેથી મને રાજનીતિથી અલગ જીવન પર કેન્દ્રિત એક વિશેષ કાર્યક્રમ અંગે પૂછવામાં આવ્યું અને તે પણ પ્રકૃત્તિ વચ્ચે, તો મને તેમાં ભાગ  લેવાની ઇચ્છા થઈ અને સામેલ થયો.