Mamata Banerjee Wins Bhabanipur Bypoll: દક્ષિણ કોલકત્તાની ભબાનીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શાનદાર જીત મેળવી છે. તેમણે પોતાના હરિફ અને ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58 હજારથી વધુ મતોથી હાર આપી હતી.






મમતા બેનર્જીએ આ જીત બાદ કહ્યું કે હું ભબાનીપુરની જનતાનો આભાર માનું છું. મને એક લાખ 15 હજાર મત મળ્યા છે. ભબાનીપુરના કોઇ પણ વોર્ડમાં મને હાર મળી નથી. ભબાનીપુરમાં 46 ટકા બિન બંગાળી છે અને તમામ લોકોએ મને મત આપ્યા છે.






મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, આજે આખા બંગાળની નજર ભબાનીપુર પેટાચૂંટણી પર હતી. ભબાનીપુર બેઠક પર જીત બાદ મમતા બેનર્જીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન મારી પાર્ટી વિરુદ્ધ કાવતરા રચવામાં આવ્યું હતું. વિધાનસભા ચૂંટણી દરમિયાન મારા  પગમાં ઇજા  પહોંચી હતી પરંતુ જનતાએ ભરપૂર સહયોગ આપ્યો છે.