Mamata Banerjee Cabinet Reshuffle: પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના કેબિનેટમાં ફેરફાર કર્યા છે. કુલ 10 નવા મંત્રીઓને સ્થાન મળ્યું છે. જેમાં બાબુલ સુપ્રિયોને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. મમતા સરકારે કેબિનેટમાં આ ફેરબદલ એવા સમયે કર્યો છે જ્યારે ટીએમસી પાર્ટીના મંત્રી પાર્થ ચેટરજીના કારણોથી ઘેરાયેલી છે. શિક્ષક ભરતી કૌભાંડમાં પાર્થ અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીનું નામ સામે આવ્યું છે. બંને હાલ EDની કસ્ટડીમાં છે.
EDની કાર્યવાહી બાદ પાર્થ ચેટરજીને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે મમતા બેનર્જીએ પહેલાથી જ સંકેત આપ્યા હતા કે તેઓ તેમની કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને સામેલ કરી શકે છે. 2021માં સરકાર બનાવ્યા બાદ મમતા બેનર્જીએ પ્રથમવાર કેબિનેટમાં ફેરફાર કર્યો છે.
મમતા બેનર્જીના મંત્રીમંડળમાં કોને મળ્યું સ્થાન?
બાબુલ સુપ્રિયો
સ્નેહાશીષ ચક્રવર્તી
પાર્થ ભૌમિકી
ઉદયન ગુહા
પ્રદીબ મજૂમદાર
સ્વતંત્ર પ્રભારી મંત્રી (MoS)
બિપ્લબ રોય ચૌધરી
બીરબાહા હસદા
રાજ્યમંત્રી
તાજમુલ હુસૈન
સત્યજીત બર્મન
કેબિનેટમાં બાબુલ સુપ્રિયોને સ્થાન આપવાને મોટી વાત માનવામાં આવે છે. બાબુલ સુપ્રિયો સપ્ટેમ્બર 2021માં ભારતીય જનતા પાર્ટી છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. એપ્રિલ 2022 માં તેઓ વિધાનસભાની પેટાચૂંટણી જીતીને બંગાળની બાલીગંજ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.