બેંગલુરૂ: બેંગલુરૂમાં અંજાના નગરમાં એક જ સ્થળેથી 30થી વધુ કુતરાઓની લાશ મળી આવી હતી. લાશ જોઈને કહી શકાય કે કૂતરાઓની કેટલી નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર એક વ્યક્તિએ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાને આ ઘટના વિશે જાણકારી આપી હતી.


ઘટનાની જાણકારી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે અમરૂથ મહેલના ફાર્મહાઉસ નજીક 30થી વધારે કૂતરાની લાશ પડી છે. તેમાંથી કેટલાક કૂતરા જીવતા નીકળ્યા હતા જેમની હાલત પણ નાજુક છે.

આ ઘટના પર ફાર્મહાઉસના ગાર્ડે કહ્યું હતું કે, ‘અહીંયા બીબીએમપી કચરો ફેંકવા માટે આવે છે. પરંતુ ગઈ કાલે રાતે પણ કેટલીક ગાડિઓ આવી હતી. સવારે કૂતરાઓની લાશ જોઈને અમને પણ આઘાત લાગ્યો હતો.’

ઉલ્લેખનીય છે કે તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં થોડા દિવસ પહેલા એક કૂતરાને ધાબા પરથી નીચે ફેંકવાની ઘટના સામે આવી હતી ત્યારે ફરીથી એકવાર આ પ્રકારની ઘટના સામે આવતા પ્રાણીપ્રેમીઓ નારાજ છે.