બેગલુરૂઃ કર્ણાટકના પાટનગર રાજધાની બેંગલુરુના એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ફસાઈ ગયેલી વૃધ્ધાનું મોત થયું હતું. ગેસ પાઈપલાઈનમાં લીકેજ થયા બાદ આગ લાગતાં ફસાયેલી વૃધ્ધાએ બહાર નિકળવા ફાંફાં માર્યા હતાં પણ અગાસીમાં જ સળગી ગઈ હતી. મંગળવારે બપોરે બનેલી આ દુર્ઘટનામાં એક વૃધ્ધા સહિત 2 લોકોનાં મોત થયાં હતાં.
આ એપાર્ટમેન્ટની સામેની બિલ્ડિંગમાં રહેતાં કેટલાક લોકોએ આગ લાગવાની આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. 90 સેકન્ડના આ વીડિયોમાંન ઈમારતના એક ભાગમાં ઉપરના બે માળમાં આગ લાગેલી દેખાય છે. એક વૃધ્ધા તેના ફ્લેટની બાલ્કનીમાં આગની જ્વાળામાં ઘેરાઈ ગયેલી અને રડતાં રડતાં પોતાને બચાવી લેવા માટે બહાર રહેલા લોકોને આજીજી કરી રહેલી દેખાય છે. લોકો તેને બહારથી જોઈ રહ્યાં હતાં પણ આગ એટલી ભયાનક હતી કે કોઈ ફ્લેટની અંદર જવાની હિંમત કરી શક્યા ન હતા. બાલ્કની લોખંડની ગ્રિલથી પેક હતી તેથી મહિલા માટે બહાર નિકળવું મુશ્કેલ બની ગયું. છેવટે મહિલાનું સળગી જવાને લીધે મોત થયુ હતું. આ આગમાં 4 ફ્લેટ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.
આશ્રિત એસ્પાયર નામનું આ એપાર્ટમેન્ટ IIM બેંગલુરુ પાસે બન્નેરઘટ્ટા રોડ પર છે. ફાયર ડિપાર્ટમેન્ટ કન્ટ્રોલ ઓફિસના જણાવ્યા પ્રમાણે સાંજે 4.41 વાગે આગની ઘટના અંગે જાણકારી મળી હતી. મહિતી મળતાં જ ઘટનાસ્થળે પાણીના ન્કરને મોકલવામાં આવ્યાં હતાં. થોડીવાર બાદ માહિતી મળી હતી કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યાર બાદ પાણીનાં વધુ 2 ટેન્કર મોકલવામાં આવ્યાં. એપાર્ટમેન્ટના અન્ય ફ્લેટમાંથી લોકો દોડીને બહાર નીકળી ગયા હતા પણ વૃધ્ધા તથા બે-ચાર લોકો જ આગમાં ઘેરાઈ ગયા હતા.
આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી કે લોકોએ બચવું મુશ્કેલ ન હતું. ફાયરબ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, મહિલીનું મોત ઈજાને લીધે થયું છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે આગમાં ઘેરાયેલી છે અને સળગી ગઈ છે.