બેંગલુરુઃ ઝડપથી વાયરલ થઈ રહેલ મહિલા સાથે દુષ્કર્મ કરતો વીડોય સમે આવ્યા બાદ બેંગલુરુ પોલીસે એક મહિલા સહિત પાંચ લોકોની ધપકડ કરી છે. પહેલા કહેવાતું હતું કે આ વીડિયો આસામનો છે. આસામ પોલીસે પણ લોકોને જાણકારી આપવા માટે અપીલ કરી હતી ત્યાર બાદ ગુરુવારે સાંજે બેંગલુરુ પોલીસે જાણકારી મળી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ મામલે પાંચ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દુષ્કર્મની ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થયો.


પોલીસ પીડિતાની કરી રહી છે શોધખોળ


બેંગલુરુ પોલીસે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યં કે, વીડિયો ક્લિપના આધારે એક મહિલા સહિત પાંચ આરોપીઓની તાત્કાલીક શોધખોળ કરવામાં આવી અને બેંગલુરુ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. વીડિયોમાં આ લોકો મહિલા સાથે દુષ્કર્મ કરતાં અને તેની સાથે ક્રૂરતા કરતા જોવા મળ્યા છે. પોલીસે એ પણ કહ્યુ કે, હાલમાં પીડિતા પડોશના એક રાજ્યમાં છે અને પોલીસ તેને શોધવાનો પ્રયત્ન કરી રહી છે. જેથી તપાસમાં પીડિતાને સામેલ કરી શકાય.


પીડિતા પણ બાંગ્લાદેશી, આર્થિક લેવડદેવડના વિવાદ પર દુષ્કર્મ આચર્યું


પીડિતા ખુદ પણ બાંગ્લાદેશી છે અને તે હ્યૂમન ટ્રાફિકિંગ કરીન લાવવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, તમામ આરોપીઓ બાંગ્લાદેશ સાથે જોડાયેલ છે અને આર્થિક લેવડદેવડ વિવાદ પર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. આ પહેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ પણ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસને તેમાં જોડાવવા માટે કહ્યું હતું.






વાયરલ વીડિયોમાં શું છે


વાયરલ થયેલા વીડિયોમાં ચાર છોકરા અને એક છોકરી એક મહિલાનું યૌન શોષણ કરતાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વીડિયો બનાવવા ઉપરાંત ઘટનાને વીડિયો કોલ દ્વારા અન્ય લોકોને પણ બતાવવામાં આવી હતી. લોકોએ વીડિયો વાયરલ થયા બાદ તેને રાજસ્થાનના જોધપુરમાં મહિલાની આત્મહત્યા સાથે જોડી હતી.. 23 મેના રોજ જોધપુરમાં નાગાલેંડની એક મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી અને ભાડાના મકાનમાંથી તેની લાશ મળી હતી. તે જોધપુરમાં નવીન જયૂસ રેસ્ટોરેંટમાં કામ કરતી હતી. નાગા સ્ટુડન્ટ્સના યૂનિયનના રાજસ્થાન યૂનિટે જણાવ્યું કે, રેસ્ટોરંટ માલિકે જ અંતિમ સંસ્કારનો ખર્ચ ઉઠાવ્યો હતો.