મુંબઇઃ મહારાષ્ટ્રમાં નવી મુંબઇના ઉરણ વિસ્તારમાં આવેલી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કૉર્પોરેશન (ONGC) પ્લાન્ટમાં ભીષણ આગ લાગી ગઇ છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યાં છે. વળી કેટલાય લોકો ઘાયલ થયા છે.


માહિતી પ્રમાણે, આગ સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ લાગી હતી, હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી ચૂકી છે અને ફાયર ફાઇટરોએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. હાલ આગ હોલવવાની કામગીરી ચાલી રહી છે.


આગ લાગ્યા બાદ ONGCએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘આજે સવારે ONGCના ઓઇલ પ્લાન્ટના સ્ટૉર્મ વૉટર ડ્રેનેજમાં આગ લાગી ગઇ, ફાયર બ્રિગેડ અને આપાતકાલ ટીમે તરતજ કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેલ પ્લાન્ટમાં આગની કોઇ અસર નથી થઇ, ગેસ હજીરા પ્લાન્ટમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે અને સ્થિતિનુ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.’