નવી દિલ્હીઃ આજકાલ લોકો સારુ એજ્યૂકેશન તો મેળવી લે છે, પરંતુ ડિગ્રી મેળવ્યા બાદ જ્યારે નોકરી શોધવા જાય છે, ત્યારે તેમને તેમના પ્રમાણમાં સારી નોકરી નથી મળતી. વળી જો સરકારી નોકરી મેળવવી હોય તો તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાનો ભાર રહે છે. પરંતુ જો તમે આસાનીથી સારી જોબ મેળવવા માંગતા હોય તો ભારતમાં ઘણી એવી મોટી કંપનીઓ જે સરકારી કે પ્રાઇવેટ હોવા છતાં આસાનીથી જૉબ પ્રૉવાઇડ કરી રહી છે. જો તમે પણ જૉબ મેળવવા માંગતા હોય તો મેળવી શકો છે. આ માટે તમારે બેસ્ટ વેબસાઇટનો ઉપયોગ કરવો જરૂરી છે. જાણો કઇ કઇ છે 10 બેસ્ટ વેબસાઇટ.... 


ટૉપ 10 નોકરી માટેની વેબસાઇટ્સ- 


1- Naukri -
નોકરી (Naukri.com) ભારતનુ સૌથી મોટુ ઓનલાઇન નોકરી પોર્ટલ (Online Naukri Portal) છે. આમાં તમામ ક્ષેત્રની નોકરી માટે અરજી કરી શકાય છે. આ 1997થી એક્ટિવ છે, અને લાખો લોકો આના માધ્યમથી સારી નોકરી મેળવી શક્યા છે. 


2- TimesJobs - 
ટાઇમ્સ ગૃપ (Times Group)ની એક સહાયક વેબસાઇટ છે, જે ભારતના નોકરી ઇચ્છુકોને આસાનીથી સારી નોકરી અપાવે છે. આના પર તમે પોતાનો રિઝ્યૂમ અપલૉડ કરીને સારી નોકરી મેળવી શકો છે.


3- MonsterIndia - 
મૉન્ટરઇન્ડિયા (MonsterIndia), આ એક મોટી જૉબ સાઇટ છે. આના પર તમામ ક્ષેત્રમાં નોકરી ઉપલબ્ધ છે. વેબસાઇટની મદદથી સારી નોકરી મળી શકે છે. 


4- Indeed - 
ઇન્ડિડ (Indeed) વેબસાઇટ તે ઉમેદવારો માટે ખાસ ઉપયોગી છે જે નોકરી ઇચ્છી રહ્યાં છે. આમાં 10, 12 અને કૉલેજ સુધી ભણેલા લોકો માટે જૉબ મેળવવી આસાન રહે છે. 


5- Freshersworld - 
ફ્રેશ વર્લ્ડ (FresherWorld) ફ્રેશર્સ માટે સૌથી બેસ્ટ આ જૉબ પોર્ટલ છે. આમાં નોકરી શોધનારા લોકો વધુ વિઝીટ કરી રહ્યાં છે. રિઝ્યૂમ અપલૉડ કરીને નોકરી મેળવી શકાય છે.


6- Careerjet - 
કરિયરજેટ (CareerJet) પણ એક જૉબ પોર્ટલ સાઇટ છે, જ્યાં પ્રાઇવેટ નોકરી શોધવામાં ખુબ મદદ મળી શકે છે. તમે પણ આની વિઝીટ લઇ શકો છો.


7- Naukrihub - 
નોકરીહબ (Naukrihub) જૉબ વેબસાઇટની ખુબ લોકપ્રિયતા છે, આના માધ્યમથી તમે નોકરી શોધી શકો છો. 


8- CareerAge - 
કેરિયરએજ (Careerage) ફ્રેશર્સ અને અનુભવી બન્ને પ્રકારના લોકો માટે અહીં જુદાજુદા ક્ષેત્રોમાં નોકરી શોધી શકે છે. આ વેબસાઇટ 1999થી એક્ટિવ છે. 


9- ClickJobs - 
ક્લિકજૉબ્સ (ClickJobs) આ વેબસાઇટ પરથી પણ જરૂરિયાતમંદ વ્યક્તિ આસાનીથી નોકરી શોધી શકે છે. 


10- Babajob - 
બાબાજૉબ (Babajob) પણ જૉબ મેળવવા માટે ખુબ મદદ કરે છે. આમાં નોકરી શોધનારા લોકોને આસાનીથી જૉબ મળી શકે છે.