Andhra Pradesh Assembly Elections: ભારતીય જનતા પાર્ટી (BJP) એ વચન આપ્યું છે કે જો તે આંધ્ર પ્રદેશમાં 2024ની વિધાનસભા ચૂંટણી જીતશે તો રાજ્યના લોકોને 70 રૂપિયામાં દારૂ આપશે.


પાર્ટીના રાજ્ય એકમના વડા સોમુ વીરરાજુ (andhra pradesh bjp president somu veerraju)એ મંગળવારે એક જાહેર સભામાં મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની વાયએસઆર કોંગ્રેસ સરકાર અને વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટીની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે વિશાળ સંસાધનો અને લાંબો દરિયાકિનારો હોવા છતાં રાજકીય સત્તાઓ રાજ્યનો વિકાસ કરવામાં નિષ્ફળ રહી છે.


રાજ્યમાં દારૂની મોંઘી કિંમતોના પરોક્ષ સંદર્ભમાં વીરરાજુએ કહ્યું, “હું તમને કહું છું કે રાજ્યમાં એક કરોડ લોકો (દારૂ) પીવે છે. તમે ભાજપને એક કરોડ વોટ આપો, અમે તમને 70 રૂપિયામાં દારૂ આપીશું. જો સારી આવક હશે, તો અમે તેને માત્ર 50 રૂપિયામાં આપીશું (ખરાબ દારૂ નહીં સારો દારૂં હશે).






રાજ્ય સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમનો ઉલ્લેખ કરતા બીજેપી નેતાએ લોકોને કહ્યું કે એક મહિનામાં એક વ્યક્તિ સરેરાશ 12,000 રૂપિયાનો દારૂ પીવે છે અને જગન મોહન રેડ્ડી આ બધા પૈસા એકઠા કરી રહ્યા છે અને તેને પૈસા પાછા આપી રહ્યા છે. યોજના વીરરાજુએ કહ્યું કે ભાજપ અમરાવતીને રાજધાની બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને જો તે રાજ્ય જીતશે તો ત્રણ વર્ષમાં તેનો વિકાસ કરશે.