Punjab News: સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાના ઘરમાં ફરી એકવાર કિલકારીયાં ગૂંજવાની છે. સિદ્ધૂ મૂસેવાલાની માતા ચરણ કૌર ગર્ભવતી હોવાનું કહેવાય છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ચરણ કૌર ટૂંક સમયમાં બાળકને જન્મ આપવા જઈ રહી છે. આવી સ્થિતિમાં બલકૌર સિંહ 58 વર્ષની ઉંમરે ફરી પિતા બનશે. સિદ્ધૂ મૂસેવાલા તેના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા.


વળી, સિદ્ધૂ મૂસેવાલાના માતાપિતા દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ ચરણ કૌરે લગભગ છ મહિનાથી જાહેર કાર્યક્રમોથી અંતર જાળવી રાખ્યું છે. આ દરમિયાન એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ ભટિંડા લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે.


29 મે, 2022એ થઇ હતી સિદ્ધૂ મૂસેવાલાની હત્યા 
તમને જણાવી દઈએ કે પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની મોટી ફેન ફોલોઈંગ છે. તેમની ગણતરી લોકપ્રિય પંજાબી ગાયકોમાં થતી હતી. આટલું જ નહીં, વર્ષ 2022માં કોંગ્રેસ તરફથી પંજાબ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ આ વર્ષે 29 મે 2022ના રોજ સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરવામાં આવી હતી. ગોલ્ડી બ્રારે પોતે આ હત્યાની જવાબદારી લીધી હતી. આ હત્યા કેસમાં 31 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


સિદ્ધૂ મૂસેવાલાના દેશભરના ચાહકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મૂઝવાલાનું પ્રથમ આલ્બમ PBX 1 બિલબોર્ડ કેનેડિયન આલ્બમ્સ ચાર્ટ પર 66મા ક્રમે પહોંચ્યું. તેમના હિટ ગીતોમાં એક એકે 47 અને મેરા નામ હતા. તેમના પુત્રની હત્યા બાદથી સિદ્ધુ મૂઝવાલાના માતા-પિતા સતત તેમના માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેઓ ઘણીવાર પંજાબની આમ આદમી પાર્ટી સરકારને ઘેરે છે.


મુસેવાલા મર્ડરમાં ખૂલ્યું પાકિસ્તાની કનેક્શન, પાકિસ્તાન સપ્લાયર્સે આપ્યા હતા હથિયારો   


નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પંજાબી ગાયક અને રાજનેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈને મોટો ખુલાસો કર્યો છે. NIA અનુસાર મુસેવાલાની હત્યામાં જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે એક પાકિસ્તાની નાગરિક દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. જે વ્યક્તિએ આ હથિયારો બિશ્નોઈ ગેંગને પહોંચાડ્યા હતા તેની ઓળખ હમીદ તરીકે થઈ છે. અધિકારીઓનું કહેવું છે કે મૂસેવાલા હત્યા કેસમાં પહેલીવાર પાકિસ્તાની વ્યક્તિની ભૂમિકા સામે આવી છે.


NIAની તપાસમાં આ મોટી બાબતો બહાર આવી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની વ્યક્તિ હમીદ ગાયક મૂસેવાલાની હત્યા પહેલા દુબઈમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના હથિયાર સપ્લાયર શાહબાઝ અન્સારીને પણ મળ્યો હતો અને તેને બિશ્નોઈના કેનેડા સ્થિત નજીકના ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથેના તેના ગાઢ સંબંધો વિશે જણાવ્યું હતું. NIAની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલ આરોપી શાહબાઝ અંસારી ઘણી વખત દુબઈની મુલાકાતે ગયો હતો અને આ મુલાકાતો દરમિયાન તે પાકિસ્તાની નાગરિક એવા ફૈઝી ખાનના સંપર્કમાં આવ્યો હતો.



 


ફૈઝી ખાન દુબઈમાં હવાલા ઓપરેટર તરીકે કરે છે કામ


એજન્સીનું કહેવું છે કે ફૈઝી ખાન એ વ્યક્તિ છે જેણે શાહબાઝ અંસારીને હામિદ સાથે પરિચય કરાવ્યો હતો. જે હથિયારોની દાણચોરી પણ કરે છે. હામિદે શાહબાઝ અંસારીને માહિતી આપી હતી કે અમે સિદ્ધુ મુસેવાલાની હત્યા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને એસોલ્ટ રાઈફલ્સ અને અન્ય હથિયારો સપ્લાય કરવાના છીએ. હામિદે કહ્યું કે તે ગોલ્ડી બ્રારના સંપર્કમાં છે અને તેણે તેને ઘણી વખત હથિયારો પૂરા પાડ્યા છે. આ હથિયારોનો ઉપયોગ મુસેવાલાની હત્યામાં થયો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે ગત વર્ષે 29 મેના રોજ પંજાબના માનસામાં મૂઝવાલાની એસોલ્ટ રાઇફલ અને પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાના એક દિવસ પહેલા પંજાબ સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રારે લીધી હતી.