નવી દિલ્હી: કોરોના સામેની પહેલી સ્વદેશી વેક્સીનને મંજૂરી આપવા માટે ભલામણ કરવામાં આવી છે. ભારત બાયોટેક કો-વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. કો-વેક્સિન અત્યાર સુધીના ટ્રાયલમાં સફળ રહેતા કારગત નિવડી શકે છે. કોવેક્સિન ભારતની સ્વદેશી રસી છે જેન ભારત બાયોટેક બનાવી રહ્યું છે. ભારત બાયોટેક અને એનઆઈવી પુણએ મળીને આ વેક્સિનને તૈયાર કરી છે આ રીતે કોવેક્સિન દેશની બીજી રસી છે જેને એક્સપર્ટ કમિટીએ મંજૂરી આપી છે. શુક્રવારે ઓક્સફોર્ડની વેક્સિનને લીલી ઝંડી મળી હતી શુક્રવારે ઓક્સફો4ડની વેક્સિનને એક્સપર્ટ કમિટીએ લીલી ઝંડી આપી હતી. ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બનાવી રહ્યું છે. ઓક્સફોર્ડની વેક્સિનનું નામ કોવિશીલ્ડ છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે દેશમાં શનિવારે વેક્સિનનું સૌથી મોટુ ડ્રાઈ રન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈ રનનો ઉદ્દેશ્ય રસીકરણ માટેની તૈયારીઓને લઈને હતું.