Covaxin Vaccine: દેશમાં હાલ કોરોનાએ ફરીથી માથું ઉંચક્યુ છે અને દૈનિક કેસનો આંકડો ફરીથી 50 હજારને પાર પહોંચી ગયો છે. કોરના સામે લડવા હવે 15 થી 18 વર્ષના તરૂણોને પણ રસી આપવામાં આવી રહી છે. આ દરમિયાન ભારત બાયોટેક મોટી જાહેરાત કરી છે.

ભારત બાયોટેકે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, કોવેક્સિન રસી લેનારાને પેરાસિટામોલ કે પેઇન કિલર લેવાની ભલામણ નથી કરવામાં આવતી.

દેશભરમાં કોરોનાના કેસમાંઅસાધારણ વધારો થવાની સાથે જ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને મોડા-મોડા રાજ્ય સરકારો એલર્ટ થઈ ગઈ છે. કોરોનાનો પ્રસાર રોકવા માટે રાજ્યોએ ફરી એક વખત નાઈટ કરફ્યૂ (night curfew) સહિતના પ્રતિબંધો લગાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારતમાં દૈનિક કોરોના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 58,097 નવા કોવિડ કેસ નોંધાયા છે અને 15,389 લોકો સાજા થયા છે. જ્યારે 534 લોકોના કોરોનાથી નિધન થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.18 ટકા છે. હાલ એક્ટિવ કેસ 2,14,0004 છે. જ્યારે કુલ 3,43,21,803 લોકો કોરોનાને મ્હાત આપી ચુકયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4.82 લાખથી વધુ લોકોના નિધન થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 2135 થઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં 653 અને દિલ્હીમાં 464 ઓમિક્રોન દર્દી નોંધાયા છે. ઓમિક્રોનના 2135 દર્દીમાંથી 828 રિકવર થઈ ગયા છે.

આ પણ વાંચોઃ ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં Omicron થી મોત થતાં ફફડાટ