નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે હોમ આઇસોલેશનના હળવા અને કોઇ લક્ષણો વિનાના કોરોનાના દર્દીઓ માટે રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા બે વર્ષોમાં દુનિયા સિવાય ભારતમાં પણ જોવા મળ્યું છે કે કોરોનાના મોટાભાગના કેસ લક્ષણો વિનાના અને હળવા લક્ષણો વાળા હોય છે. આ કેસમાં સામાન્ય રીતે યોગ્ય મેડિકલ ગાઇડલાઇન્સ અને મોનિટરિંગ હેઠળ દર્દીને ઘરમાં જ સ્વસ્થ સારવાર આપવામાં આવે છે.


કેન્દ્ર સરકારે પોતાની ગાઇડલાઈન્સમાં કહ્યું કે કોરાના ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાના સાત દિવસ બાદ અને સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો હોમ આઇસોલેશન ખત્મ થઇ જશે અને દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. હોમ આઇસોલેશન પીરિયડ ખત્મ થયા બાદ ફરીથી ટેસ્ટ કરાવવાની જરૂર નથી.


કોરોનાના દર્દીના ઘરે ક્વોરેન્ટાઇન થવા માટે પુરતી સુવિધા હોવી જોઇએ. દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિએ કોરોનાની રસીના બંન્ને ડોઝ લઇ લીધા હોવા જોઇએ. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ રોગી અને કોર્બીડીટી જેમ કે હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ , ફેફસાની બીમારી, લિવર, સેરેબ્રોવાસ્કુલર રોગથી પીડિત દર્દીઓએ યોગ્ય મૂલ્યાંકન બાદ જ હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે.


દર્દીએ હંમેશા ટ્રિપલ લેયર મેડિકલ માસ્કનો ઉપયોગ કરવો જોઇએ. જો માસ્ક ભીનો થઇ જાય છે અથવા ગંદો થઇ જાય છે તો તેને આઠ કલાકના ઉપયોગ બાદ અથવા તે અગાઉ નવો માસ્ક લઇ લેવો જોઇએ. ગંદા માસ્કને ટૂકડા કરીને ફેંકી દેવો જરૂરી છે. દર્દીઓને પલ્સ ઓક્સીમીટર સાથે ઓક્સિજન સેચુરેશનની સેલ્ફ મોનિંટરિંગની સલાહ આપવામાં આવે છે. ઓછામાં ઓછા સાત દિવસ પોઝિટીવ ટેસ્ટ અને સતત ત્રણ દિવસ તાવ ન આવ્યા બાદ આઇસોલેશન ખત્મ થઇ જશે અને તેઓએ માસ્ક પહેરવું જરૂરી છે. હોમ આઇસોલેશન બાદ ફરીથી ટેસ્ટ કરવાની કોઇ જરૂર નથી.


PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો


દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ


Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?


Gujarat Corona Guideline : ગુજરાત પોલીસે કોરોના સંક્રમણને પગલે લીધો વધુ એક મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?